Punjab News : CM ભગવંત માને કર્યો કેન્દ્રના વટહુકમનો વિરોધ, કહી દીધી આ વાત

Punjab News : દિલ્હીમાં અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગના પાવરને લઇને સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા વટહુકમ આમ આદમી પાર્ટી દ્વારા જોરદાર વિરોધ કરવા જઇ રહી છે.

આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને હવે ટ્વિટ કરીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે લખ્યું હતું કે, જો ભારતીય બંધારણમાં લોકશાહીના હત્યારાઓ માટે સજાની જોગવાઈ હોત, તો સમગ્ર ભાજપને ફાંસી પર લટકાવી શકાયો હોત.

Bhagwant Mann

મામલો શું છે? - ઉલ્લેખનીય છે કે, એક મહત્વપૂર્ણ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને અધિકારીઓની બદલી અને પોસ્ટિંગનો અધિકાર કેજરીવાલ સરકારને આપ્યો હતો. આ દરમિયાન કોર્ટે ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, દિલ્હી સરકાર પાસે જાહેર વ્યવસ્થા, પોલીસ અને જમીન સિવાયની સેવાઓના સંદર્ભમાં કાયદાકીય અને વહીવટી સત્તા છે.

કેન્દ્ર સરકાર જાહેર વ્યવસ્થા, પોલીસ અને જમીન જેવા વિષયો પર સત્તા ધરાવે છે. આવા સમયે, શુક્રવારના રોજ એક મોટો નિર્ણય લેતા, કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણયને ઉથલાવીને એક વટહુકમ લાવી છે, જે લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને આપવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X