Punjab News : પંજાબ AAPના કાર્યકારી અધ્યક્ષ બન્યા બુધરામ, ભગવંત માનને આ લોકોને સોંપી મહત્વની જવાબદારી
Punjab News : જ્યારથી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની સરકાર બની છે, ત્યારથી સરકાર દ્વારા સતત જનહીતના કાર્યો કરવામાં આવી રહ્યા છે.
આ વચ્ચે પંજાબમાં પક્ષની પકડ વધુ મજબુત કરવા માટે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા નવા કાર્યકારી અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ આચાર્ય બુધરામને કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. આ સિવાય અન્ય ઘણા નેતાઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.

પંજાબ રાજ્ય ઉપાધ્યક્ષની જવાબદારી અમનશેર સિંહ શારી કલસીને સોંપવામાં આવી છે. જ્યારે બીજા પ્રદેશ ઉપાધ્યક્ષ જસવીરસિંહ રાજા ગિલ, ત્રીજા પ્રદેશ ઉપાધ્યક્ષ જગદીપસિંહ કાકા બરાર, ચોથા પ્રદેશ ઉપપ્રમુખની જવાબદારી તરુણ પ્રીત સિંહને સોંપવામાં આવી છે.
આ સાથે જ પ્રદેશ મહાસચિવની જવાબદારી જગરૂપ સિંહ સેખવાનને સોંપવામાં આવી છે. યુથ વિંગના પ્રદેશ પ્રમુખ તરીકે દવિન્દરજીત સિંહ લાડીની નિમણૂક કરવામાં આવી છે.
11 જૂનના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત મેગા રેલી બાદ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલા આ ફેરફારને લોકસભા ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યો છે. AAP સુપ્રીમો અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન છેલ્લા ઘણા સમયથી કેન્દ્રમાં ભાજપ સરકાર વિરુદ્ધ મોરચો ખોલીને પાર્ટીને મજબૂત કરવાની તૈયારી કરી રહ્યા છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
