Punjab News : ભગવંત માન સરકારે નવી રમત નીતિ લાગુ કરી, ફાળવ્યા 4.64 કરોડ રૂપિયા
Punjab News : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન યુવાનો પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે. જેમાં માન સરકાર નોકરીથી લઇને રમતગમત ક્ષેત્ર સુધી તમામ ક્ષેત્રે સારી કામગીરી કરી રહ્યા છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા 427 યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે. બીજી તરફ પંજાબના 50થી વધુ ખેલાડીઓ એશિયન ગેમ્સમાં ભાગ લેશે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સરકારે આ માટે નવી રમત નીતિ લાગુ કરી છે. મુખ્યમંત્રી માને તૈયારી માટે 58 ખેલાડીઓને 4.64 કરોડ રૂપિયાની રકમ જાહેર કરી છે. તમામ ખેલાડીઓને 8 લાખ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, એશિયન ગેમ્સનું આયોજન ચીનના શહેર હાંગઝોઉમાં 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી કરવામાં આવી રહ્યું છે. આ રમતમાં સમગ્ર દેશમાંથી 653 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આવા સમયે પંજાબમાંથી 58 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.
આ સાથે પંજાબના નામે વધુ એક ઈતિહાસ નોંધાયો હતો. પંજાબ રમતની તૈયારી માટે ઈનામી રકમ આપનારું પ્રથમ રાજ્ય બન્યું હતું. આ માટે ખેલ મંત્રી મીત હેયરે મુખ્યમંત્રી માનનો આભાર માન્યો છે. તેમજ એશિયન ગેમ્સ માટે ભારતીય સ્પોર્ટ્સ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, એશિયન ગેમ્સમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતનારા પંજાબી ખેલાડીઓને 1 કરોડ, 75 લાખ અને 50 લાખ રૂપિયા ઈનામી રકમ તરીકે આપવામાં આવશે.
ભારતીય સ્પોર્ટ્સ ટીમમાં પંજાબના 10 હોકી ખેલાડીઓ, શૂટિંગમાં 9 ખેલાડીઓ, રોઇંગ, ક્રિકેટ અને બાસ્કેટબોલમાં 5-5 ખેલાડીઓ, એથ્લેટિક્સમાં 4 ખેલાડીઓ, તીરંદાજીમાં 3 ખેલાડીઓ, ફેન્સિંગ અને સાઇકલિંગ, બેડમિન્ટન, જુડો અને કુસ્તીમાં 2-2 ખેલાડીઓનો સમાવેશ થાય છે. દરેકમાં 1 ખેલાડી ભાગ લેશે. હરમનપ્રીત સિંહને હોકીનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
આ સાથે પંજાબના 10 પેરા ખેલાડીઓ પણ ભાગ લઈ રહ્યા છે. પંજાબનું પ્રતિનિધિત્વ પેરા પાવર લિફ્ટિંગમાં 4 ખેલાડી, પેરા એથ્લેટિક્સમાં 3 ખેલાડી, પેરા બેડમિન્ટનમાં 2 અને પેરા ટેકવૉન્ડોમાં 1 ખેલાડી કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
