પંજાબ સરકારે પરાળી નિકાલમાં ભ્રષ્ટાચારની તપાસ શરૂ કરી!

પંજાબની ભગવંત માન સરકાર દ્વારા અગાઉની સરકાર દરમિયાન ખરીદવામાં આવેલા પરાળીના નિકાલ માટેના મશીનો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં 100 કરોડના કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ચંદીગઢ : ​​પંજાબની ભગવંત માન સરકાર દ્વારા અગાઉની સરકાર દરમિયાન ખરીદવામાં આવેલા પરાળીના નિકાલ માટેના મશીનો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં 100 કરોડના કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Punjab Govt

પંજાબ સરકાર ભ્રષ્ટાચાર સામે સતત કાર્યવાહી કરી રહી છે. મંત્રી કુલદીપ ધાલીવાલે કહ્યું કે, કાગળ પર વધુ મશીનો ખરીદવામાં આવ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું છે પરંતુ ગામડાઓમાં ઓછા મશીનો પહોંચ્યા છે.

સુત્રોને ટાંકીને એવી પણ માહિતી મળી રહી છે કે સરકારે તપાસ માટે વિજિલન્સ વિભાગને ફાઈલ પણ મોકલી છે.

અહીં તમને જણાવી દઈએ કે, પંજાબ-હરિયાણામાં પરાળી બાળવાને લઈને પોલ્યુશનના મોટા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. દિલ્હીમાં વધતા પ્રદુષણ માટે પણ પરાળીને જવાબદાર ઠેરવવામાં આવી હતી.

હવે પંજાબમાં સરકાર બદલાયા બાદ ત્યાં જૂની સરકારના ભ્રષ્ટાચારને લઈને આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકાર સતત એક્શનમાં છે ત્યારે હવે સરકાર આ દિશામાં કાર્યવાહી કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X