પંજાબ સરકાર અગ્નવીર અમૃતપાલ સિંહને એક કરોડનું વળતર આપશે
પંજાબની ભગવંત માન સરકારે જમ્મુ-કાશ્મીરમાં જીવ ગુમાવનાર અગ્નિવીર અમૃતપાલ સિંહના પરિવારને 1 કરોડ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. ભગવંત માન સરકાર વતી કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારની નીતિ મુજબ અમૃતપાલ સિંહના પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવશે.

મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે દેશના શહીદો પ્રત્યે કેન્દ્ર સરકાર કોઈપણ નીતિ અપનાવી શકે છે, પરંતુ અમારી સરકાર અમારા પુત્રોના સન્માન માટે પ્રતિબદ્ધ છે. તમને જણાવી દઈએ કે 11 ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીરમાં અમૃતપાલ સિંહનું નિધન થયું હતું.
સેના તરફથી કહેવામાં આવ્યું કે અમૃતપાલ સિંહે 11 ઓક્ટોબરે ખુદને ગોળી મારી દીધી હતી, જેનાથી તેમનું મૃત્યુ થયું. જેના કારણે હાલની રણનીતિના કારણે તેમને ગાર્ડ ઓફ ઑનર આપવામાં આવ્યું નહોતું અને તેથી તેમની સૈન્ય અંતિમવિધિ કરવામાં આવી ન હતી.
સેનાના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે કે અગ્નિવીર અમૃતપાલ સિંહે રાજૌરી સેક્ટરમાં સેન્ટ્રી ડ્યુટી દરમિયાન પોતાની જાતને ગોળી મારી દીધી, જેના કારણે તેમનું મૃત્યુ થયું. આ મામલાની ઝીણવટભરી તપાસ માટે કોર્ટ ઓફ ઈન્કવાયરી ચાલી રહી છે.
તે જ સમયે, પંજાબના મુખ્યમંત્રીએ આ મામલે કેન્દ્ર સરકારના વલણને લઈને સખત વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે સેનાના શહીદોને લઈને કેન્દ્ર સરકારની નીતિ ગમે તે હોય, અમારી નીતિ એ જ રહેશે. રાજ્યની નીતિ મુજબ અમે સૈનિકના પરિવારને 1 કરોડ રૂપિયાની રકમ આપીશું. અમૃતપાલ સિંહ દેશના શહીદ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
