પંજાબ સરકારનો દાવો- બોર્ડર એરીયામાં ગેરકાયદે ખનન પર સંપૂર્ણ રોક લગાવાઇ, હાઇકોર્ટમાં આપ્યો જવાબ

પંજાબ સરકારે સરહદી વિસ્તારોમાં ગેરકાયદેસર ખનન પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. તમને જણાવી દઈએ કે ભારતીય સેનાએ પંજાબના સરહદી જિલ્લાઓમાં 'ગેરકાયદેસર ખનન'ના કારણે સરહદ પારથી ઘૂસણખોરીની ચિંતા વ્યક્ત કર્યા બાદ રાજ્ય સરકારે

પંજાબ સરકારે સરહદી વિસ્તારોમાં ગેરકાયદેસર ખનન પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. તમને જણાવી દઈએ કે ભારતીય સેનાએ પંજાબના સરહદી જિલ્લાઓમાં 'ગેરકાયદેસર ખનન'ના કારણે સરહદ પારથી ઘૂસણખોરીની ચિંતા વ્યક્ત કર્યા બાદ રાજ્ય સરકારે નિર્ણય કર્યો કે આંતરરાષ્ટ્રીય સરહદના 1 કિ.મી. અંદર કાયદેસર ખનનની મંજૂરી આપવામાં આવશે નહીં.

Punjab

પંજાબ સરકારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે, "આંતરરાષ્ટ્રીય સરહદના 1 કિમીની અંદર કોઈ પણ કાયદાકીય માઈનિંગ પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવશે નહીં. આ સાથે આંતરરાષ્ટ્રીય બોર્ડરથી 2 કિમીની અંદર કોઈ સ્ક્રીનિંગ-કમ વોશિંગ પ્લાન્ટ અથવા સ્ટોન ક્રશરને કામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહી.

સેનાએ પહેલા પણ હાઈકોર્ટને કહ્યું હતું કે ગેરકાયદેસર ખનનને કારણે દેશની સુરક્ષા સામે ખતરો છે. આ ખનનને કારણે સરહદી બંકરોને પણ ઘણું નુકસાન થઈ રહ્યું છે. આટલું જ નહીં, સૈનિકોનું કહેવું છે કે આ ગેરકાયદેસર ખનનને કારણે પાણીનો પ્રવાહ પણ બદલાઈ શકે છે, જેના કારણે પૂરનું જોખમ પણ છે. આજના સમયમાં ઘણા લોકો ગેરકાયદે ખનન સાથે જોડાયા છે, જેના કારણે તેમને રોકવું મુશ્કેલ બની ગયું છે.

રાજ્ય સરકારે જણાવ્યું હતું કે પઠાણકોટ, ગુરદાસપુર અને અમૃતસરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ખાણકામ પ્રવૃત્તિઓને મર્યાદિત કરવા માટે સેના અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યએ ગુરબીર પન્નુ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પંજાબ સરકારને જળ સંસાધન, ખાણ અને ભૂસ્તર વિભાગના અગ્ર સચિવ કૃષ્ણ કુમાર દ્વારા સોગંદનામું સુપરત કર્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X