પરાળીથી પંજાબને આઝાદ કરવા સરકારની નવી જાહેરાત, હવે ઈંટોના ભઠ્ઠામાંં પરાળી વપરાશે!

પંજાબ અને હરિયાણામાં પરાળી સળગાવવાને કારણે દિલ્હીમાં પ્રદુષણની મોટી સમસ્યા સર્જાઈ રહી છે ત્યારે હવે પંજાબ સરકાર એક્શનમાં જોવા મળી છે. પંજાબ સરકારે પરાળીના નિકાલ માટે એક નવી જાહેરાત કરી છે.

ચંદીગઢ : પંજાબ અને હરિયાણામાં પરાળી સળગાવવાને કારણે દિલ્હીમાં પ્રદુષણની મોટી સમસ્યા સર્જાઈ રહી છે ત્યારે હવે પંજાબ સરકાર એક્શનમાં જોવા મળી છે. પંજાબ સરકારે પરાળીના નિકાલ માટે એક નવી જાહેરાત કરી છે.

punjab

પંજાબ સરકારના પર્યાવરણ અને વિજ્ઞાન પ્રાદ્યોગિક મંત્રી ગુરમીત સિંહ મીત હેયરે જાણકારી આપતા કહ્યું હતું કે, સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે સરકારે ઈંટોના ભઠ્ઠામાં ઈંધણ માટે પરાળીનો ઉપયોગ કરવો જરૂરી બનાવી દીધો છે.

તેમણે આ બાબતે જાણકારી આપતા કહ્યું કે, પર્યાવરણ અને વિજ્ઞાન ટેકનોલોજી વિભાગ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશન મુજબ ઈંટોના ભઠ્ઠામાં 20 ટકા સુધી પરાળીનો ઈંધણ તરીકે ઉપયોગ કરવામાં આવશે. આ માટે ભઠ્ઠાઓને 6 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. 1 મે 2023થી આ આદેશોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

ધાનની પરાળીના વ્યવસ્થાપન માટે સરકારે આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. પંજાબ સરકાર લાંબા સમયથી આ સમસ્યાના નિરાકરણ માટે પગલાઓ ભરી રહી છે.

અહીં તમને જણાવી દઈએ કે, ખેડૂતોના પરાળી સળગાવવાને કારણે પ્રદુષણની મોટી સમસ્યાઓ સર્જાઈ છે. દિલ્હીની દુષિત હવા પાછળ પરાળી જવાબદાર હોવાનું કહેવાઈ રહ્યુ છે. ત્યારે હવે પંજાબ સરકારે આ મોટુ પગલુ ભર્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X