વીજળી ચોરીને લઈને કડક થઈ પંજાબ સરકાર, તરનતારનમાં વિભાગે કરી મોટી કાર્યવાહી
પંજાબમાં જ્યારથી આમ આદમી પાર્ટીની સરકાર સત્તામાં આવી છે ત્યારથી જ વીજ ચોરી પર કડકાઈ કરવામાં આવી રહી છે.
ચંદીગઢઃ પંજાબમાં જ્યારથી આમ આદમી પાર્ટીની સરકાર સત્તામાં આવી છે ત્યારથી જ વીજ ચોરી પર કડકાઈ કરવામાં આવી રહી છે. આ ક્રમમાં છેલ્લા કેટલાક મહિનામાં તરન તારણ જિલ્લામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પંજાબના સરહદી વિસ્તારોમાં વીજળીનો પુરવઠો પૂરો પાડતા પંજાબ રાજ્ય પાવર કોર્પોરેશન લિમિટેડના ડેપ્યુટી ચીફ એન્જિનિયર જીએસ ખેડાના જણાવ્યા મુજબ ઓક્ટોબરના અંત સુધીમાં વીજ ચોરીને કારણે થતુ નુકસાન 57.5 ટકાથી ઘટીને 52 ટકા થઈ ગયુ છે એટલે કે તે હવે પાંચ ટકા ઓછુ છે.

વધુમાં ડેપ્યુટી ચીફ ઈજનેરે જણાવ્યુ હતુ કે લગભગ 250 ગામોમાં વીજળી ચોરી રોકવા માટે અહીં ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. હવે અહીં પહેલા કરતા 6 કરોડ વધુ યુનિટનુ બિલ તૈયાર કરવામાં આવી રહ્યુ છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2021-2022માં પંજાબના તરનતારન જિલ્લામાં ભીખીવિંદ, પટ્ટી, જીરા વગેરેમાંથી વીજ ચોરીને કારણે 550 કરોડનુ નુકસાન થયુ હતુ. હવે આમ આદમી પાર્ટીની સરકાર આવ્યા બાદ પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડ લોકોને વિશ્વાસમાં લઈ રહી છે અને વીજળીની ચોરી ઓછી થઈ રહી છે.
હાલમાં જ પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડ, મહેદીપુર અને ખેમકરણ ગામોની મોટી કોઠીઓમાં ખુલ્લામાં વીજળીની ચોરી થઈ રહી હતી. વીજ મીટર અને મેઈન લાઈનમાં વાયરીંગ કરીને આ ચોરી કરવામાં આવી રહી હતી. હવે આ બધુ બંધ કરવામાં આવી રહ્યુ છે. પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડના અધિકારીઓના જણાવ્યા મુજબ હવે જિલ્લામાં ચાલતા વિવિધ ડેરાઓ પર વીજળી ચોરી પર કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત વીજ વ્યવસ્થામાં સુધારો કરવા માટે જિલ્લામાં 3000 પીલર બૉક્સ લગાવવામાં આવ્યા છે. આ સિવાય 17 હજાર મીટર લગાવવામાં આવ્યા છે. વીજ ચોરીના નુકસાનના વળતર તરીકે રૂ. 1.52 કરોડ વસૂલ કરવામાં આવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
