10 કરોડ ટેક્સ માફીને લઈને હરકતમાં પંજાબ સરકાર, મંત્રીએ તપાસ કરીને ટ્રાન્સપોર્ટરો પાસેથી વસૂલીના આપ્યા આદેશ
પંજાબમાં ટ્રાન્સપોર્ટરોનો કરોડો રૂપિયાનો ટેક્સ ખોટી રીતે માફ કરવાનો મામલો સામે આવ્યો છે. કોંગ્રેસ સરકારના કાર્યકાળ દરમિયાન આ બન્યુ હતુ અને 10 કરોડ રૂપિયાના ટેક્સ માફ કરવામાં આવ્યા હતા. આ અંગે ભગવંત માન સરકાર એક્શનમાં આવી ગઈ છે.

ટ્રાન્સપોર્ટ મંત્રી લાલજીત સિંહ ભુલ્લરે મામલાની તપાસ કર્યા બાદ ટ્રાન્સપોર્ટરો પાસેથી વસૂલાત કરવાનો આદેશ આપ્યો છે. પરિવહન મંત્રી લાલજીત સિંહ ભુલ્લરે કહ્યુ કે વર્ષ 2019માં કોવિડ પહેલા કોંગ્રેસ સરકાર દરમિયાન 10 કરોડથી વધુનો ટ્રાન્સપોર્ટરોનો ટેક્સ ખોટી રીતે માફ કરવામાં આવ્યો હતો.
આ કેસમાં આરટીઓ કરણ સિંહ છીના સામે ચાર્જશીટ કરવામાં આવી છે. આરટીઓને 3 મહિનાનો ટેક્સ માફ કરવાની સત્તા છે, પરંતુ તેમના દ્વારા 1 વર્ષ જૂનો ટેક્સ માફ કરવામાં આવ્યો છે. મંત્રી ભુલ્લરે કહ્યુ કે આ મામલાની તપાસ માટે એક સબ કમિટીની રચના કરવામાં આવી છે. આ સાથે માફ કરાયેલા ટ્રાન્સપોર્ટરો પાસેથી ખોટો વેરો વસૂલવાના આદેશો આપવામાં આવ્યા છે. મંત્રીએ કહ્યું કે આ મામલામાં કોઈપણ રાજકીય પક્ષના લોકો સામેલ નથી.












Click it and Unblock the Notifications
