ખાનગી શાળાની મનમાની સામે એક્શનમાં પંજાબ સરકાર, કાર્યવાહી શરૂ કરાઈ

ચંદીગઢ : ખાનગી શાળાઓની દાદાગીરી સામે પંજાબ સરકાર એક્શનમાં આવી છે. મનસ્વી રીતે ફી વસૂલવા પર સરકારે હવે આવી શાળાઓ સામે પગલા ભરવાનું શરૂ કર્યુ છે. પંજાબના શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સે ખાનગી શાળાઓની મનમાની રોકવા માટે હવે ઈમેલ જારી કર્યો છે. આનાથી બાળકોના માતા-પિતા પોતાની ફરિયાદ સરકારને મોકલી શકે છે. આ ફરિયાદો પર પંજાબ સરકાર દ્વારા કડક કાર્યવાહી કરશે.
પંજાબ સરકારની આ એક્શન પાછળ મળી રહેલી ફરીયાદો જવાબદાર છે. પંજાબ સરકારને બાળકોના વાલીઓ તરફથી ખાનગી શાળાઓ સામે સતત ફરિયાદો મળી રહી હતી. આ અંગે શિક્ષણ મંત્રીએ બાળકોના વાલીઓને સંદેશો જારી કરીને કહ્યું કે, જો કોઈ ખાનગી શાળા તેમને હેરાન કરે છે અથવા મનસ્વી ફી વસૂલે છે તો તેઓ સીધી ફરિયાદ કરી શકે છે. આ માટે ઈ-મેઈલ EMOfficepunjab@gmail.com પણ શરૂ કરવામાં આવ્યું છે. જેના પર બાળકોના વાલીઓ પોતાની ફરિયાદ મોકલી શકે છે.












Click it and Unblock the Notifications
