પંજાબ સરકારની યુનિવર્સિટી-કૉલેજ પ્રોફેસરોને મોટી ભેટ, સાતમુ પગારપંચ લાગુ કરવાની ઘોષણા
ભગવંત માન સરકારે રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજોના પ્રોફેસરો માટે સાતમુ પગાર ધોરણ લાગુ કરવાની જાહેરાત કરી છે.
ચંદીગઢઃ પંજાબ સરકારે યુનિવર્સિટી અને કોલેજના પ્રોફેસરોને મોટી ભેટ આપી છે. ભગવંત માન સરકારે રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજોના પ્રોફેસરો માટે સાતમુ પગાર ધોરણ લાગુ કરવાની જાહેરાત કરી છે. સરકારે આ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. પંજાબ સરકારે બુધવારના રોજ સાતમા પગાર ધોરણના અમલને લઈને એક નોટિફિકેશન બહાર પાડ્યુ હતુ. દિવાળી પહેલા જ પ્રોફેસરોના ઘરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

યુનિવર્સિટી અને કૉલેજોના 20 હજાર શિક્ષકોને મળશે લાભ
બુધવારે સાંજે પંજાબ સરકાર દ્વારા સાતમા પગાર ધોરણની રજૂઆતની સૂચના જાહેર થતાં જ પંજાબ યુનિવર્સિટી અને સંલગ્ન શહેરની કોલેજોના પ્રોફેસરોમાં અભિનંદનનો રાઉન્ડ શરૂ થઈ ગયો. પ્રોફેસરો ઘણા સમયથી સાતમા પગાર ધોરણની સૂચનાની રાહ જોઈ રહ્યા હતા. પંજાબ સરકારના આ નોટિફિકેશનથી ચંદીગઢની સાથે પંજાબની બધી યુનિવર્સિટીઓ તેની સાથે એફિલિએટેડ બધી કૉલેજોના લગભગ 20 હજાર પ્રોફેસરોના પગાર 10થી 30 હજાર સુધી વધી જશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ પર શિક્ષકોની માંગ પર કોલેજ અને યુનિવર્સિટીના પ્રોફેસરોને સાતમુ પગાર ધોરણ આપવાની જાહેરાત કરી હતી. લગભગ 25 દિવસથી શિક્ષકો મુખ્યમંત્રીની જાહેરાત બાદ નોટિફિકેશનની રાહ જોઈ રહ્યા હતા.
1 ઓક્ટોબર, 2022થી મળશે નવો પગાર
તમામ યુનિવર્સિટી અને કૉલેજના પ્રોફેસરોને 1 ઓક્ટોબર, 2022થી સાતમા પગાર ધોરણની સૂચનાનો લાભ મળશે. પંજાબ સરકારે દેશભરમાં સૌથી વધુ વિલંબ સાથે સાતમુ પગાર પંચ બહાર પાડ્યુ છે. મળતી માહિતી મુજબ પંજાબ સરકાર 1 જાન્યુઆરી 2016થી સાતમા પગાર ધોરણના શિક્ષકોને છૂટા કરશે. પંજાબ સરકારે એરિયર્સ બે સપ્તાહમાં ચૂકવવાનુ વચન આપ્યુ છે. સાતમા પગાર ધોરણના અમલ સાથે ચંદીગઢ અને પંજાબની કોલેજોમાં ગેસ્ટ અને કોન્ટ્રાક્ટ પર કામ કરતા સેંકડો પ્રોફેસરોના પગારમાં પણ વધારો થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
