15 એપ્રિલે કેજરીવાલને મળશે પંજાબના સીએમ ભગવંત માન, તિહાડ જેલ પ્રશાસને જાહેર કર્યુ શિડ્યુલ
Punjab CM: પંજાબના સીએમ ભગવંત માન 15 એપ્રિલે તિહાર જેલમાં બંધ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને મળશે. તિહાર જેલ પ્રશાસને પંજાબના મુખ્યમંત્રીની મુલાકાતને લઈને નવું શિડ્યુલ જાહેર કર્યું છે.
અગાઉ 10 એપ્રિલે તિહાર જેલ પ્રશાસને સુરક્ષા સંબંધિત કારણોને ટાંકીને મળવાનો ઇનકાર કર્યો હતો. શુક્રવારે તિહાર જેલ પ્રશાસન અને પંજાબ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે 15 એપ્રિલે યોજાનારી બેઠકની સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓને લઈને ઘણા વિશેષ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની જેલમાં કયા સ્થળે કેજરીવાલ સાથે મુલાકાત કરાવાશે. બંનેની બેઠક સમયે ત્યાં સુરક્ષા વ્યવસ્થાના ધોરણો નક્કી કરવામાં આવ્યા હતા. જેલના અધિકારીઓએ જણાવ્યું હતું કે 'મુલાકાત જાંગલા'ની અંદર ચુસ્ત સુરક્ષા હેઠળ બપોરે બેઠક યોજાશે કારણ કે માનને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે.
તિહાર જેલ પ્રશાસન સાથેની બેઠકમાં પંજાબના અધિક પોલીસ મહાનિર્દેશક એકે પાંડે અને એક સહાયક પોલીસ કમિશનર અધિકારી હાજર હતા. તિહાર જેલના મહાનિર્દેશક સંજય બેનીવાલના નેતૃત્વમાં યોજાયેલી બેઠકમાં સુરક્ષા વ્યવસ્થા અંગેની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. તિહારમાં ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (ડીઆઈજી) રાજીવ પરિહારની ઓફિસમાં શુક્રવારે સવારે 11 વાગ્યે આ બેઠક શરૂ થઈ હતી અને લગભગ 3 વાગ્યે પૂરી થઈ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
