Punjab News : સરકારી જમીનો પર ગેરકાયદેસર કબ્જા અંગે CM ભગવંત માને આપી ચેતવણી, 31 મે સુધીમાં ખાલી કરો, નહીંતર..
Punjab News : પંજાબ રાજ્યોમાં સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જો કરવાવાળા લોકોને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે.
ભગવંત માને જણાવ્યું હતું કે, જે લોકોએ પંચાયત, શામલાત, જંગલાત વિભાગની જમીન કે કોઇ અન્ય સ્થળો પર ગેરકાયદેસર અતિક્રમણ કર્યું છે, એમને અપીલ છે કે, 31 મે સુધીમાં કબ્જો છોડી દે. એક જૂનથી પંજાબ સરકાર તરફથી કડક કાર્યવાહી કરીને કબ્જો છોડાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવશે.

આ પહેલા ગુરુવારના રોજ પંચાયત મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે પણ આ અંગે આદેશ જાહેર કર્યો છે. સરકારનો દાવો છે કે, સરકારી જમીનો પર કોઈને અતિક્રમણ કરવા દેવામાં આવશે નહીં. સરકાર લોકોની સુવિધા માટે છે. સરકાર દરેકને તેમનો યોગ્ય અધિકાર આપવાનો પ્રયાસ કરી રહી છે.
ગયા વર્ષે પણ પંજાબ સરકાર દ્વારા શામલાત જમીનોને અતિક્રમણમાંથી મુક્ત કરવામાં આવી હતી. આ દરમિયાન અનેક લોકો કોર્ટના શરણમાં પહોંચ્યા હતા. સરકારે કોર્ટમાં પણ પોતાનું વલણ મજબૂત રીતે રજૂ કર્યું હતું.
આ સાથે આ અભિયાનને આગળ ધપાવવામાં આવ્યું હતું. જેના કારણે સરકારને કરોડો રૂપિયાની જમીન મળી હતી. હવે સરકાર આ જમીન લોકોને કોન્ટ્રાક્ટ પર આપી રહી છે, જેના કારણે સરકાર અને પંચાયતને કમાણી થઈ રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
