Punjab : ગાંધી જયંતિએ મુખ્યમંત્રી ભગવંત માન સ્પેશિયલ વોર્ડનું ઉદ્ઘાટન કરશે
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ફરી એક વખત પંજાબની મુલાકાતે પહોંચશે. સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 2 ઓક્ટોબરે પટિયાલા જશે.
અહેવાલો અનુસાર, સીએમ અરવિંદ કેજરીવાલ અને મુખ્યમંત્રી ભગવંત માન આ દરમિયાન પંજાબની જનતાને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે.

બંને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિના રોજ પટિયાલાની માતા કૌશલ્યા હોસ્પિટલમાં નવા વિશેષ જિલ્લા સ્તરીય વોર્ડનું ઉદ્ઘાટન કરશે.
આ વોર્ડ અત્યંત આધુનિક ટેકનોલોજીથી બનાવવામાં આવ્યો છે. આ વોર્ડનું ઉદ્ઘાટન કર્યા બાદ તેઓ તેને પટિયાલાના લોકોને સમર્પિત કહશે.
જણાવી દઈએ કે, માતા કૌશલ્યા હોસ્પિટલમાં બનેલા નવા સ્પેશિયલ વોર્ડમાં લેટેસ્ટ ટેક્નોલોજી સાથે ટેસ્ટિંગ મશીન અને અન્ય હેલ્થ ઈક્વિપમેન્ટ લગાવવામાં આવ્યા છે. અહીં તમામ પ્રકારના ટેસ્ટિંગ અને સારવારની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.
સીએમ માને કહ્યું કે, પંજાબ સરકાર સમગ્ર પંજાબમાં આવી હોસ્પિટલો બનાવવાની યોજના બનાવી રહી છે.
આ સંદર્ભમાં માહિતી આપતા, આમ આદમી પાર્ટી પંજાબના વરિષ્ઠ નેતા અને મંડી બોર્ડના અધ્યક્ષ હરચંદ સિંહ બર્સ્ટે જણાવ્યું કે, હોસ્પિટલના નવા વોર્ડનું ઉદ્ઘાટન કર્યા પછી સીએમ અરવિંદ કેજરીવાલ અને મુખ્યમંત્રી ભગવંત માન પટિયાલામાં હોસ્પિટલના નવા વોર્ડની મુલાકાત લેશે અને એપોલો ગ્રાઉન્ડ ખાતે પાર્ટીની રેલીને સંબોધશે.
પંજાબના આરોગ્ય મંત્રી બલબીર સિંહે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, પંજાબની તમામ હોસ્પિટલોમાં પેશન્ટ ફેસિલિટેશન સેન્ટર બનાવવામાં આવશે. આ સાથે આરોગ્ય મંત્રીએ કહ્યું કે, તમામ ઓપરેશન સેન્ટરને મોડ્યુલર બનાવવામાં આવશે. તમામ વોર્ડ એસીથી સજ્જ હશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
