પંજાબ સરકારે માત્ર 10 મહિનામાં 26 હજારથી વધુ નોકરીઓ આપીઃ CM ભગવંત માન
પંજાબ સરકારે સત્તામાં આવ્યા પછી 10 મહિનામાં 26 હજારથી વધુ નોકરીઓ આપી તેમ મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યુ હતુ.
ચંદીગઢઃ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ છે કે તેમની સરકારે સત્તામાં આવ્યા પછી માત્ર 10 મહિનામાં યુવાનોને 26,074 નોકરીઓ આપી છે. 188 જુનિયર ઇજનેરોને નિમણૂક પત્રો સોંપવાના સમારંભ દરમિયાન સ્થાનિક નગર નિગમ ભવન ખાતે એક સભાને સંબોધીને માને કહ્યુ, 'રાજ્ય એક નવી ક્રાંતિ જોઈ રહ્યુ છે જ્યાં યુવાનોને સરકારી નોકરીઓ દ્વારા સશક્ત કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 10 મહિનામાં સંપૂર્ણ પારદર્શક ભરતી પ્રક્રિયા સાથે મેરિટના આધારે 26,074 નોકરીઓ આપવામાં આવી છે.'

સીએમ માને કહ્યુ કે આ માત્ર શરૂઆત છે કારણ કે આગામી દિવસોમાં વધુ નોકરીઓ આપવામાં આવશે. ગયા વર્ષે રાજ્યમાં ચૂંટણી દરમિયાન અન્ય પક્ષોએ લોકોને વચનો આપ્યા હતા જ્યારે આમ આદમી પાર્ટી (આપ) એ તે વચનો પૂરા કરવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યુ કે એક-એક કરીને ગેરંટી પૂરી કરવામાં આવી રહી છે.' તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટી ગયા માર્ચમાં પંજાબમાં સત્તામાં આવી હતી.
સીએમ માને કહ્યુ કે રાજ્ય સરકારે ગયા વર્ષે 1 જુલાઈથી દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવાની ગેરેન્ટી પણ પૂરી કરી છે. તાજેતરમાં ખોલવામાં આવેલા 500 આમ આદમી ક્લિનિક્સ અંગે મુખ્યમંત્રીએ કહ્યુ કે આ ક્લિનિક્સ દરેક દર્દીનો ડેટા ઑનલાઇન રાખે છે, જેથી તે રાજ્યમાં જીવલેણ રોગોનો સામનો કરવા માટે વ્યૂહરચના બનાવવામાં મદદ કરશે. માનને રાજ્યમાં અગાઉની સરકારોએ પંજાબના નાણાં લૂંટ્યા હોવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યુ હતુ કે રાજ્યની તિજોરીમાંથી નાણા લૂંટનારાઓને સજા કરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
