પૂનામાં મોટી દૂર્ઘટના, દિવાલ પડવાથી 17ના મોત, ઘણા લોકો ફસાયા, બચાવ કાર્ય ચાલુ
પૂણેમાં મોટી દૂર્ઘટના ઘટી ગઈ. કોંઘવા વિસ્તારમાં એક દિવાલ પડવાથી 14 લોકોના મોત થઈ ગયા જ્યારે 2 જણ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા.
મહારાષ્ટ્રના પૂણેમાં શનિવારની સવારની શરૂઆત દૂર્ઘટના સાથે થઈ. પૂણેમાં મોટી દૂર્ઘટના ઘટી ગઈ. કોંધવા વિસ્તારમાં એક દિવાલ પડવાથી 17 લોકોના મોત થઈ ગયા જ્યારે 2 જણ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. વળી હજુ પણ કાટમાળમાં અમુક લોકો ફસાયા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. આ તરફ મુંબઈના ચેંબુરમાં આજે સવારે લગભગ 2 વાગે એક દિવાલ ઑટો-રિક્ષા પર પડી ગઈ. કાટમાળને હટાવવામાં આવી રહ્યો છે, કોઈના ઈજા થયાના સમાચાર નથી.

બિલ્ડીંગની દિવાલ પડી
દૂર્ઘટનાની સૂચના મળતા જ ફાયર બ્રિગેડ, એનડીઆરએફની ટીમ સ્થળ પર પહોંચી ગઈ. કાટમાળમાં ફસાયેલા લોકોને કાઢવાની કોશિશ ચાલુ છે. રાહત અને બચાવ કાર્યનું કામ ચાલુ છે. સ્થળ પર હાજર એનડીઆરએફની ટીમે અત્યાર સુધી બે લોકોને સુરક્ષિત કાઢી લીધા છે. પૂણેના પોલિસ કમિશ્નર કે વેંકટેશમે આ મામલે કહ્યુ કે અમારી ટીમ ઘટના કારણોની તપાસ કરી રહી છે. જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અમે તપાસ કરીશુ કે શું ઈમારતમાં સુરક્ષાના ઉપાયોનું પાલન કરવામાં આવ્યુ હતુ કે નહિ.

ઝુગ્ગીઓ પર પડી દિવાલ
માહિતી મુજબ ઈમારતની દિવાલ કોંધવા વિસ્તારમાં ઝુગ્ગીઓ પર પડી ગઈ જેના કારણે આ દૂર્ઘટનામાં ઘણા લોકોના મોત નીપજ્યા. એનડીઆરએફની ટીમ કાટમાળમાં ફસાયેલા લોકોને કાઢવામાં લાગી છે. 15 લોકો ફસાયા હોવાના સમાચાર આવ્યા હતા.

કેમ થઈ દૂર્ઘટના
ઘટનાનું કારણ ભારે વરસાદ જણાવવામાં આવી રહ્યુ છે. વાસ્તવમાં શુક્રવારથી મુંબઈ અને પૂણે પાસેના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદના કારણે જમીન ધસી જવાથી ઈમારતની દિવાલ પડી ગઈ. વળી, મુંબઈમાં વરસાદના કારણે કરન્ટ લાગવાથી બે લોકોના મોત થઈ ગયા. ઘણા વિસ્તારોમાં વૃક્ષ પડી ગયા.
Pune: 12 have died and 2 are injured after a wall collapsed in Kondhwa. Rescue operations are underway. #Maharashtra pic.twitter.com/J8K3BO3fLm
— ANI (@ANI) 29 June 2019
Pune: 14 people have died in Kondhwa wall collapse incident. Rescue operations are underway. #Maharashtra pic.twitter.com/5XdHinkjCu
— ANI (@ANI) 29 June 2019
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
