દિલ્હીમાં મહિલા પાયલટ અને તેના પતિ સાથે જાહેરમાં મારામારી, 10 વર્ષની છોકરીને ટોર્ચર કરવાનો આરોપ
રાજધાની દિલ્હીમાં એક મહિલા પાયલટ અને તેના પતિ સાથે સ્થાનિકોએ મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે. આ કપલ પર તેના ઘરે કામ કરતી એક છોકરીને ટોર્ચર કરવાનો આરોપ છે.
અહેવાલો અનુસાર, દક્ષિણ પશ્ચિમ દિલ્હીના દ્વારકામાં આ કપલના ઘરે ઘરેલુ સહાયક તરીકે કામ કરતી 10 વર્ષની છોકરીને કથિત માર મારવામાં આવ્યો અને ત્યારબાદ ઉશ્કેરાયેલા ટોળાએ બંને પર હુમલો કરી દીધો.

0તેમણે કહ્યું કે આ ઘટનાના સંબંધમાં આરોપી કૌશિક બાગચી (36) અને પૂર્ણિમા બાગચી (33)ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે મહિલા એક ખાનગી એરલાઇનમાં પાઇલટ તરીકે કામ કરે છે જ્યારે તેનો પતિ અન્ય ખાનગી એરલાઇનમાં ગ્રાઉન્ડ સ્ટાફ સાથે પોસ્ટેડ છે. ઘટના પ્રકાશમાં આવ્યા પછી, દંપતીનો પીડિતાના સંબંધીઓ અને અન્ય લોકો દ્વારા સામનો કરવામાં આવ્યો હતો અને તેમની સાથે મારપીટ પણ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા એક ખાનગી એરલાઇનમાં પાઇલટ તરીકે કામ કરે છે જ્યારે તેનો પતિ અન્ય ખાનગી એરલાઇનમાં ગ્રાઉન્ડ સ્ટાફ તરીકે પોસ્ટેડ છે. છોકરીને માર મારવાની ઘટનાનો ખુલસો થયા બાદ પીડિતાના સંબંધીઓએ બન્ને સાથે મારપીટ કરી હતી.
પોલીસે જણાવ્યુ કે, સગીર છોકરીને સંબંધી દ્વારા આ દંપતીના ઘરે રાખવામાં આવી હતી. એક વિડિયોમાં કપલને ટોળા દ્વારા મારપીટ કરાતી જોઈ શકાય છે. કેટલીક મહિલાઓ એરલાઇન યુનિફોર્મ પહેરેલી આરોપી મહિલાના વાળને થપ્પડ મારતી અને ખેંચતી પણ જોવા મળી રહી છે.
#WATCH | A woman pilot and her husband, also an airline staff, were thrashed by a mob in Delhi's Dwarka for allegedly employing a 10-year-old girl as a domestic help and torturing her.
— ANI (@ANI) July 19, 2023
The girl has been medically examined. Case registered u/s 323,324,342 IPC and Child Labour… pic.twitter.com/qlpH0HuO0z
અહેવાલો અનુસાર, 10 વર્ષની બાળકી છેલ્લા બે મહિનાથી દંપતીના ઘરે કામ કરતી હતી. બુધવારે આ સગીરાના સંબંધીએ તેને માર મારતી જોઈ હતી. મામલો સામે આવ્યા બાદ ઘર બહાર ભીડ એકઠી થઈ અને હુમલો કર્યો. પોલીસ અનુસાર, હાલ સગીરાની તબીબી તપાસ કરવામાં આવી છે અને કાઉન્સેલર દ્વારા તેણીને સલાહ આપવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
