Budget 2023 : સામાન્ય બજેટમાં દરેક વર્ગ માટે જોગવાઇ, PM મોદીએ ભાજપ સાંસદોને સોંપી આ જવાબદારી
Budget 2023 : PM મોદીએ મંગળવારના રોજ ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠકની અધ્યક્ષતા કરી હતી. 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવેલા સામાન્ય બજેટ બાદ સંસદીય દળની આ પ્રથમ બેઠક હતી.
Budget 2023 : એક ફેબ્રુઆરીના રોજ રજુ કરવામાં આવેલા બજેટ બાદ મંગળવારના રોજ દિલ્હીમાં ભાજપની સંસદીય દળની બેઠક યોજાઇ હતી. વડાપ્રધાન મોદીએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમાં તમામ નેતાઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, તેમની સરકારે દ્વારા રજૂ કરવામાં આવેલા દરેક બજેટ ગરીબોના હિતોને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યા છે.

જેપી નડ્ડાએ કર્યું વડાપ્રધાન મોદીનું સ્વાગત
સંસદીય દળની બેઠકમાં પહોંચતા જ તમામ નેતાઓએ તેમના માટે તાળીઓ પાડી હતી. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ પોપ્યુલિસ્ટ બજેટરજૂ કરવા બદલ મોદીને હાર પહેરાવીને આવકાર્યા હતા. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈ તેને ચૂંટણી બજેટ કહી રહ્યું નથી. જોકે, આગામી લોકસભા ચૂંટણી પહેલા આ છેલ્લું પૂર્ણ બજેટ હતું.

વિરોધીઓએ પણ બજેટને આવકાર્યું
વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, સર્વાંગી વિકાસ અને સમાજના દરેક વર્ગના હિતોએ તેની દરખાસ્તોને આગળ ધપાવી છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ મોદીના ભાષણને ટાંકીને પત્રકારોને જણાવ્યું હતું કે, જે લોકો વૈચારિક રીતે ભાજપનો વિરોધ કરી રહ્યા છે, તેઓએ પણ બજેટનું સ્વાગત કર્યું છે.
|
સાંસદોએ બજેટને લોકો સુધી લઈ જવું જોઈએ
સૂત્રોએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ પાર્ટીના સાથી સાંસદોને સંબોધિત કરતી વખતે મુશ્કેલ સમયમાં બજેટ લાવવામાં તેમની સરકારના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
PM મોદીએ જણાવ્યું હતું કે, બજેટમાં સમાજના દરેક વર્ગ માટે કંઈક ને કંઈક હોય છે. તેમણે તમામ સાંસદોને બજેટને લોકો સુધી લઈ જવા માટે પણ કહ્યું હતું.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
