Protem Speaker : કોણ છે લોકસભાના પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબ? જાણો શું હોય છે પ્રોટેમ સ્પીકરની કામગીરી
Protem Speaker : એનડીએ સરકાર બન્યા બાદ સંસદના પહેલા સત્ર પહેલા રાષ્ટ્રપતિએ પ્રોટેમ સ્પીકરની નિયુક્તિ કરી છે. બીજેપી સાંસદ ભર્તૃહરિ મહતાબ પ્રોટેમ સ્પીકર બન્યા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે બંધારણના અનુચ્છેદ 95(1) હેઠળ 18મી લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકે ભાજપના સાંસદ ભર્તૃહરિ મહતાબની નિમણૂક કરી છે. નવી ચૂંટાયેલી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થઈ રહ્યું છે.

લોકસભાના નવા સ્પીકર ચૂંટાય ત્યાં સુધી પ્રોટેમ સ્પીકર ગૃહના મહત્વપૂર્ણ કાર્યોનું સંચાલન કરે છે. પ્રોટેમનો શાબ્દિક અર્થ અસ્થાયી થાય છે. પ્રોટેમ સ્પીકર નવા ચૂંટાયેલા લોકસભા સાંસદોને સભ્યપદ પ્રદાન કરવાની પ્રાથમિક જવાબદારી નિભાવે છે.
કોણ છે ભર્તૃહરિ મહતાબ?
ભર્તૃહરિ મહતાબ સાતમી વખત લોકસભા ચૂંટણી જીત્યા છે. તેઓ ઓડિશાની કટક લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે. 18મી લોકસભા પહેલા તેઓ બીજેડીની ટિકિટ પર 1998થી છ વખત કટક બેઠક પરથી ચૂંટણી જીતતા આવ્યા હતા.
આ લોકસભા ચૂંટણીના થોડા સમય પહેલા મહતાબે બીજુ જનતા દળની કામગીરીથી અસંતોષ વ્યક્ત કરીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું અને 28 માર્ચ 2024ના રોજ ભાજપમાં જોડાયા હતા. આ વખતે તેમણે કટકમાં બીજેપીની ટિકિટ પર બીજેડીના સંતરૂપ મિશ્રાને 57,077 મતોના માર્જિનથી હરાવ્યા છે.
8 સપ્ટેમ્બર 1957ના રોજ જન્મેલા ભર્તૃહરિ મહતાબ ઓડિશાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ડૉ. હરેકૃષ્ણ મહતાબના પુત્ર છે, જે ઉત્કલ કેસરી તરીકે જાણીતા છે. ભર્તૃહરિ મહતાબને 2017માં ઉત્કૃષ્ટ સંસદીય પુરસ્કાર અને સંસદ રત્ન પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
પ્રોટેમ સ્પીકરની મુખ્ય જવાબદારીઓ
- લોકસભાના અધ્યક્ષની ચૂંટણી સુધી ગૃહમાં નવા ચૂંટાયેલા સાંસદોની પ્રથમ બેઠકનું આયોજન કરવું.
- પ્રોટેમ સ્પીકરની પ્રાથમિક ફરજ લોકસભાના નવા ચૂંટાયેલા સાંસદોને સભ્યપદના શપથ લેવડાવવાની છે.
- લોકસભાના અધ્યક્ષ અને ઉપસભાપતિની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવી.
- સત્રની શરૂઆતમાં ગૃહની વ્યવસ્થા જાળવવી અને ગૃહની કાર્યવાહી સુચારૂ રીતે ચલાવવા.
- પ્રોટેમ સ્પીકર એ સુનિશ્ચિત કરવા માટે ફ્લોર ટેસ્ટ કરાવે છે કે સરકારને ગૃહમાં બહુમતી સમર્થન છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
