ગાઝિયાબાદની હોટલમાંથી 57 કોલગર્લ પકડાઇ
ગાઝિયાબાદ, 11 ઑગસ્ટઃ રાજધાની દિલ્હી નજીક આવેલા ઉત્તર પ્રદેશ જિલ્લા ગાઝિયાબાદની હોટલ દેહ વ્યાપારનો અડ્ડો બની ગયો હતો. જી હાં, પોલીસે ગાઝિયાબાદના બજરિયા વિસ્તારમાં એક મોટા સેક્સ રેકેટનો ખુલાસો કર્યો છે અને 53 યુવકો તથા 57 યુવતીઓની ધરપકડ કરી છે. ધરપકડ વખતે તમામ યુવક-યુવતી અલગ-અલગ રૂમમાંથી આપત્તિજનક સ્થિતિમાં હતા.
પોલીસનું કહેવું છે કે, ધરપકડ કરવામાં આવેલા મોટાભાગના યુવક-યુવતીઓ દિલ્હી અને આસપાસના રહેવાસી છે. આ રેકેટના ખુલાસા બાદ પોલીસ સામે પ્રશ્ન ઉઠી રહ્યાં છે અને તેના સંબંધમાં ચાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે. હોટલના માલિક ફરાર છે. પ્રાપ્ત જાણકારી અનુસાર પોલીસને તેના ખબરીએ સૂચના આપી કે રેલવે સ્ટેશન રોડ સ્થિત ગોપાલ પ્લાઝા હોટલમાં દેહ વ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે.

તમામ યુવતીઓને બસથી મહિલા પોલીસ મથકે અને યુવકોને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા. પોલીસે રિસેપ્શન પર બેસેલા રાજેશની પણ ધરપકડ કરી છે. હોટલના માલિક નોઇડાના રહેવાસી રાજકુમાર અગ્રવાલ અને મેનેજર ફરાર છે. પોલીસ તેને શોધી રહી છે. એસએસપી ગાઝિયાબાદ ધર્મેન્દ્ર સિંહે જણાવ્યું કે, આ મામલામાં ચાર પોલીસ કર્મીઓને બરખાસ્ત કરી દીધા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
