આચાર્યએ સ્કૂલમાંથી કાઢી મૂક્યો તો વિદ્યાર્થીએ ધરબી દીધી ગોળી
ઉત્તર પ્રદેશના બિજનોરમાં 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ આચાર્યને ગોળી મારી દીધી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી વિદ્યાર્થી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
ઉત્તર પ્રદેશના બિજનોરમાં 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ આચાર્યને ગોળી મારી દીધી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી વિદ્યાર્થી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે અને કૉલેજના સ્ટાફે આચાર્યને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડ્યા છે. આરોપી વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

વિદ્યાર્થીએ આચાર્ય પર ગોળી ચલાવી
બિજનોરના નારાવલી ગામના વિદ્યાર્થી દીપાંશુએ આ વર્ષે શ્રી સાઈ ઈન્ટર કૉલેજ રાપપુરમાં 10મા ધોરણમાં પ્રવેશ મેળવ્યો હતો. એડમિશન મળ્યાની સાથે જ દીપાંશુએ અન્ય વિદ્યાર્થીઓ સાથે ઝઘડા અને મારપીટ શરૂ કરી દીધી હતી. ત્યારે કોલેજના આચાર્ય સંજીવ કુમારે તેને બોલાવી ચેતાવણી આપતાં ઝઘડા ન કરવાની ચેતવણી આપી હતી પણ દીપાંશુ ન જ સુધર્યો.

ઘટના સ્થળેથી વિદ્યાર્થી થયો ફરાર
25 ઓગસ્ટે પણ તેણે કોલેજના એક વિદ્યાર્થી સાથે મારપીટ કરી હતી. જેને પગલે કોલેજ સ્ટાફની બેઠક બાદ વિદ્યાર્થીને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. આ વાતથી નારાજ દીપાંશુએ બુધવારે આચાર્ય સંજીવ કુમાર પર ગોળી ચલાવી દીધી હતી. માથામાં અને ખભા પર ગોળી લાગવાથી સંજીવ કુમાર ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. સ્કૂલમાં ગોળી ચાલતાં જ હડકંપ મચી ગયો હતો. ઘટના બાદ દીપાંશુ ત્યાંથી ભાગી ગયો હતો.

પોલીસે કાર્યવાહી હાથ ધરી
સ્ટાફે પોલીસની મદદથી આચાર્યને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા. આચાર્યની ફરિયાદના આધારે આરોપી વિદ્યાર્થી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીને પકડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કહ્યું કે ટૂંક સમયમાં જ આરોપીની ધરપકડ કરી લેવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
