PICS: શું તમે જાણો છો દરરોજ કેટલા પત્રો આવે છે મોદીના ઘરે?
નવી દિલ્હી (વિવેક શુક્લા): દેશમાં પરિવર્તનની મોજું ફરી વળ્યું છે. દરેક નાગરિકની આશા નરેન્દ્ર મોદી સાથે જોડાઇ ગઇ છે. દરેક પોતાની સમસ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જણાવવા ઇચ્છે છે અને તેનું શ્રેષ્ઠ માધ્યમ પત્ર છે. નરેન્દ્ર મોદી પહેલાં જેટલા પણ વડાપ્રધાન રહી ચૂકેલા તેમની પાસે એક દિવસમાં 500થી વધુ પત્રો ક્યારેય આવ્યા નથી. શું તમે અંદાજો લગાવી શકો છો કે નરેન્દ્ર મોદી પાસે દરરોજ કેટલા પત્રો આવતા હશે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવાસ 7 રેસકોર્સ પર દરરોજ લગભગ બે હજાર પત્રો આવે છે. પહેલાં ક્યારેય કોઇ વડાપ્રધાનના સમયગાળા દરમિયાન તેમના ઘર પર આટલા પત્ર આવ્યા નથી. જાણકારોએ જણાવ્યું હતું કે તેમાંથી 75 ટકા પોસ્ટકાર્ડ હોય છે.
7 રેસ કોર્સ પર આવનાર પત્ર દેશના ખૂણેખૂણેથી આવે છે. પહેલા વડાપ્રધાનમંત્રીની પાસે આવનાર બધા પત્ર રાજધાનીના નિર્માણ ભવનની પોસ્ટઓફિસમાં આવતા હતા. અહીંથી તેમને પછી વહેંચીને વડાપ્રધાનમંત્રીના આવાસ પર મોકલવામાં આવતા હતા. લગભગ 5 વર્ષ પહેલાં વડાપ્રધાનમંત્રી માટે આવનાર પત્ર સીધા પીએમઓ અથવા તેમના ઘરે પહોંચાડવામાં આવે છે.

દરરોજ 2 હજાર પત્રો આવે છે
નરેન્દ્ર મોદી પહેલાં જેટલા પણ વડાપ્રધાન રહી ચૂકેલા તેમની પાસે એક દિવસમાં 500થી વધુ પત્રો ક્યારેય આવ્યા નથી. શું તમે અંદાજો લગાવી શકો છો કે નરેન્દ્ર મોદી પાસે દરરોજ કેટલા પત્રો આવતા હશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવાસ 7 રેસકોર્સ પર દરરોજ લગભગ બે હજાર પત્રો આવે છે.

પીએમનું એડ્રેસ
આમ તો પીએમનું એડ્ર્રેસ શ્રી નરેન્દ્ર મોદી, વડાપ્રધાનમંત્રી, 7 રેસકોર્ડ રોડ, નવી દિલ્હી છે. હજારો પત્રો એવા આવે છે, જેમાં પુરૂ એડ્રેસ પણ હોતું નથી. જો તમારા પત્રમાં ફક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લખ્યું છે, તો પણ ટપાલી તમારા પત્રને 7 આરસીઆર પહોંચાડી દેશે. આવું પણ થઇ રહ્યું છે. તમામ પત્રોમાં ફક્ત આટલું જ લખ્યું છે, વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, નવી દિલ્હી.

આંદોલન સાથે જોડાયેલા લોકો
ટપાલ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાનમંત્રી પાસે આવનાર પત્રોમાં લોકો પોતાની અંગત સમસ્યાઓથી માંડીને દેશ-દુનિયાઓના મુદ્દા ઉઠાવે છે. ઘણીવાર કોઇ આંદોલન સાથે જોડાયેલા લોકો એકસાથે હજારો પત્ર વડાપ્રધાનના આવાસ પર મોકલે છે જેથી તેમની વાતની નોંધ લેવામાં આવે. બધા પત્રોને જોવામાં આવે છે. જો જરૂરિયાત હોય તો તેમના પર પગલાં પણ ભરવામાં આવે છે.

કેમ મોકલે છે પત્ર
દિલ્હી વિધાનસભામાં એકાળી દળના ધારાસભ્ય જીતેન્દ્ર સિંહ શંટી કહે છે કે નરેન્દ્ર મોદીના આવાસ પર પત્ર એટલા માટે જનતા મોકલી રહી છે કારણ કે તેમના પર લોકોને વિશ્વાસ છે. તેમને બાકીના નેતાઓની માફક ગણતાં નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
