પાકિસ્તાન એર સ્પેસ પર 46 મિનિટ સુધી ઉડતુ રહ્યું વડાપ્રધાન મોદીનું પ્લેન, કોણે અને કેવી રીતે આપી PMને સુરક્ષા?
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસ પર છે. શુક્રવારે તેમણે વ્હાઈટ હાઉસ ખાતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકત કરી હતી. આ અગાઉ મોદી ફ્રાન્સના પ્રવાસે હતા. ફ્રાન્સથી પરત ફરતી વખતે તેમના વિમાન ઈન્ડિયા-1એ પેરિસ જવા માટે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કર્યો હતો.
પાકિસ્તાની હવાઈ સ્પેસનો ઉપયોગ કરતા તેમની સુરક્ષાના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર,, પેરિસ જતી વખતે અફઘાન હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનને પરવાનગી સાથે પાકિસ્તાનના પ્રદેશમાંથી પસાર થવું પડ્યું.
પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કર્યા બાદ વડાપ્રધાનની સુરક્ષાને લઈને અનેક પ્રશ્નો સામે આવી રહ્યા છે કે, પીએમ મોદી પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યા પછી તેમની સુરક્ષા કોણ સંભાળી રહ્યું હતું?
જો કે, આ કિસ્સામાં એ જાણવું મહત્વપૂર્ણ છે કે દેશો વચ્ચે એક પ્રોટોકોલ છે, જે હેઠળ બીજા દેશના રાષ્ટ્રપતિ અથવા વડા પ્રધાનની મુલાકાત દરમિયાન તેમની સુરક્ષા જવાબદારી તે દેશની સુરક્ષા એજન્સીઓ પર રહે છે. આ સમય દરમિયાન બંને દેશોની સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણપણે સતર્ક રહે છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાની જવાબદારી SPGની છે. આ કમાન્ડો ફોર્સનું કામ પ્રધાનમંત્રીને કડક સુરક્ષા પૂરી પાડવાનું છે, જેના કારણે SPG જવાનો પીએમની આસપાસ તૈનાત રહે છે.
જો કે, વડાપ્રધાનના વિમાનની વાત કરીએ તો, નરેન્દ્ર મોદી જે વિમાન 'એર ઈન્ડિયા વન'માં પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થઈ રહ્યા હતા તે કોઈ સામાન્ય વિમાન નથી.
આ એર ઇન્ડિયા વન એક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમથી પણ સજ્જ છે, જે કોઈપણ ખતરાનો સામનો કરવા માટે તૈયાર છે. આ વિમાન ભારતે અમેરિકા પાસેથી ખરીદ્યું છે, અને તેને ઉડાડવા માટે એર ઇન્ડિયાના પાઇલટ્સને બદલે ભારતીય વાયુસેનાના પાઇલટ્સ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદીનું વિમાન પાકિસ્તાનના શેખપુરા, હાફિઝાબાદ, ચકવાલ અને કોહાટ જેવા વિસ્તારોમાંથી પસાર થયું અને લગભગ 46 મિનિટ સુધી પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં રહ્યું.
આનાથી સ્પષ્ટ થાય છે કે પીએમ મોદીની સુરક્ષામાં કોઈ ઢીલ રાખવામાં આવી નથી, અને તેમનું વિમાન અત્યાધુનિક સુરક્ષા સાધનોથી સજ્જ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
