Lok Sabha Election Results: 8 જૂને યોજાશે વડાપ્રધાન મોદીનો શપથ ગ્રહણ સમારોહ, સામે આવી મોટી અપડેટ
Prime Minister modi oath taking ceremony: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે. એનડીએ પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા માટે તૈયાર છે, પરંતુ તેમ છતાં આ વખતે રાજકીય ચિત્ર બદલાઈ ગયું છે.
આ લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને અપેક્ષા મુજબની બેઠકો મળી નથી, તો બીજી તરફ ઈન્ડિયા એલાયન્સે શાનદાર પ્રદર્શન કર્યું છે. હાલ NDAની કેન્દ્રીય કેબિનેટ ચાલી રહી છે.
કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ વડાપ્રધાન આજે રાષ્ટ્રપતિને મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. આ સાથે નરેન્દ્ર મોદી 8 જૂનના રોજ વડાપ્રધાન પદના શપથ લે તેવી શક્યતા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી ટર્મ માટે આઠમી જૂનના રોજ શપથ લઈ શકે છે. શનિવારે સાંજે રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથગ્રહણ સમારોહ યોજાઈ શકે છે.
શનિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકલા જ શપથ લેશે, જ્યારે મંત્રી મંડળના સભ્યો એક કે બે દિવસ બાદ શપથ લેશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનના શપથવિધિ સમારંભની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
લોકસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત બાદ આજે (બુધવાર) સવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. સૂત્રો પાસેથી મળી રહેલા સમાચાર મુજબ 8મી જૂને NDA સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે.
આ પહેલા 7 જૂને સંસદીય દળની બેઠક થશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે.
લોકસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત બાદ આજે (બુધવાર) સવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. સૂત્રો પાસેથી મળી રહેલા સમાચાર મુજબ 8મી જૂને NDA સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે.
આ પહેલા 7 જૂને સંસદીય દળની બેઠક થશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે. લોકસભા ચૂંટણીમાં NDAએ 293 બેઠકો જીતી છે અને બહુમતનો આંકડો 272 છે. આવી સ્થિતિમાં એનડીએના રસ્તામાં કોઈ અવરોધ નથી.
લોકસભા ચૂંટણીમાં NDAએ બહુમતનો આંકડો હાંસલ કરી લીધો છે. 543માંથી એનડીએ 293 અને ભાજપે 240 સીટો જીતી છે. જ્યારે કોંગ્રેસને માત્ર 99 બેઠકો મળી છે. INDIA ગઠબંધનને 232 બેઠકો મળી છે. દેશમાં ફરી એકવાર NDAની સરકાર બનવા જઈ રહી છે. આ અંગેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.
રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ - આગામી મંત્રી પરિષદના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓને કારણે રાષ્ટ્રપતિ ભવન બુધવારથી રવિવાર સુધી સામાન્ય જનતા માટે બંધ રહેશે.
મંગળવારે એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી. લોકસભા ચૂંટણીના પરિણામો અને વલણો દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) સૌથી મોટી પાર્ટી બનવા જઈ રહી છે, પરંતુ તે 272ના જાદુઈ આંકડાથી દૂર જણાઈ રહી છે.
રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ ભવનમાં મંત્રી પરિષદના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓને કારણે, રાષ્ટ્રપતિ ભવન (સર્કિટ-1) 5 થી 9 જૂન, 2024 સુધી સામાન્ય લોકો માટે બંધ રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
