પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ
West Bengal Protocol Controversy: પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં આયોજિત 'ઇન્ટરનેશનલ સંતાલ કોન્ફરન્સ'માં વ્યવસ્થાઓ અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાહેરમાં નારાજગી વ્યક્ત કર્યા બાદ હવે આ મામલે મોટો રાજકીય વિવાદ છેડાયો છે. આદિવાસી સંસ્કૃતિની ઉજવણી માટેના આ કાર્યક્રમમાં સંતાલ સમુદાયના ઘણા લોકો ભાગ ન લઈ શકતા રાષ્ટ્રપતિએ દુઃખ વ્યક્ત કર્યું હતું.

PM મોદીનો મમતા સરકાર પર આકરો પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટનાને "શરમજનક અને અભૂતપૂર્વ" ગણાવી તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકારની આકરી ટીકા કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મોદીએ લખ્યું કે, "લોકશાહી અને આદિવાસી સશક્તિકરણમાં માનનારા દરેક વ્યક્તિ આ ઘટનાથી દુઃખી છે. જે રાષ્ટ્રપતિ પોતે આદિવાસી સમુદાયમાંથી આવે છે, તેમની પીડાએ દેશના નાગરિકોને દુઃખી કર્યા છે." તેમણે ઉમેર્યું કે મમતા સરકારે તમામ મર્યાદાઓ ઓળંગી દીધી છે અને આ રાષ્ટ્રપતિનું અપમાન છે.
This is shameful and unprecedented. Everyone who believes in democracy and the empowerment of tribal communities is disheartened.
— Narendra Modi (@narendramodi) March 7, 2026
The pain and anguish expressed by Rashtrapati Ji, who herself hails from a tribal community, has caused immense sadness in the minds of the people… https://t.co/XGzwMCMFrT
સ્થળ પરિવર્તનથી સર્જાયો વિવાદ
રાષ્ટ્રપતિના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળ સરકારે કોન્ફરન્સનું સ્થળ દાર્જિલિંગના બિધાનનગરથી બદલીને સિલીગુડીના બહારના વિસ્તાર ગોસાઈનપુરમાં રાખ્યું હતું. આ ફેરફારને કારણે સંતાલ સમુદાયના ઘણા લોકો માટે ત્યાં પહોંચવું મુશ્કેલ બન્યું હતું. રાષ્ટ્રપતિએ કહ્યું, "જો કાર્યક્રમ વિશાળ ખુલ્લી જગ્યામાં રાખવામાં આવ્યો હોત, તો 5 લાખ લોકો સરળતાથી એકઠા થઈ શક્યા હોત. જે લોકો પોતાની સંસ્કૃતિની ઉજવણીમાં આવવા માંગતા હતા તેઓ ન આવી શક્યા તેનું મને ઊંડું દુઃખ છે."
પ્રોટોકોલ ભંગ અને મમતા બેનર્જીની ગેરહાજરી
રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જી કે તેમના કોઈ મંત્રી હાજર ન રહેતા પ્રોટોકોલ અંગે પણ પ્રશ્નો ઉભા થયા છે. એરપોર્ટ પર રાષ્ટ્રપતિનું સ્વાગત કરવા માત્ર સિલીગુડીના મેયર ગૌતમ દેબ હાજર હતા. આ અંગે રાષ્ટ્રપતિએ ભાવુક થઈને કહ્યું, "જો રાષ્ટ્રપતિ ક્યાંક જાય, તો મુખ્યમંત્રી અને મંત્રીઓએ આવવું જોઈએ. હું મને બંગાળની પુત્રી માનું છું અને મમતા બેનર્જી મારી નાની બહેન સમાન છે, મને ખબર નથી કે તેઓ મારાથી નારાજ છે કે કેમ."
મમતા બેનર્જીનો બચાવ
બીજી તરફ, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રોટોકોલ ભંગના તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે X પર જણાવ્યું કે રાષ્ટ્રપતિનું સ્વાગત અને વિદાય રાષ્ટ્રપતિ સચિવાલય દ્વારા અપાયેલ યાદી મુજબ જ કરવામાં આવ્યું હતું. તેમણે જિલ્લા વહીવટી તંત્રની કોઈ ભૂલ ન હોવાનું જણાવીને આયોજકોની તૈયારીઓ પર સવાલ ઉઠાવ્યા હતા.
International Santal Council, a private organisation, invited Hon’ble President to the 9th International Adivasi Santal Conference in Siliguri.
— Mamata Banerjee (@MamataOfficial) March 7, 2026
After Advanced Security Liaison, district administration flagged in writing to the President’s Secretariat that the organiser appeared…
કેન્દ્ર સરકારે માંગ્યો વિગતવાર રિપોર્ટ
આ વિવાદ વકરતા કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ પાસે રવિવારે સાંજે 5 વાગ્યા સુધીમાં વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નીચેની બાબતો પર સ્પષ્ટતા માંગી છે:
- રાષ્ટ્રપતિના સ્વાગત માટે નિયત પ્રોટોકોલનું પાલન કેમ ન થયું?
- છેલ્લી ઘડીએ કાર્યક્રમનું સ્થળ કેમ બદલવામાં આવ્યું?
- મુખ્યમંત્રી, મુખ્ય સચિવ કે ડીજીપી એરપોર્ટ પર કેમ હાજર નહોતા?
- પ્રવાસના રૂટમાં ફેરફાર અને લોજિસ્ટિક્સમાં રહેલી ખામીઓ પાછળ જવાબદાર કોણ?
#WATCH | Kolkata | On President Droupadi Murmu's statement, West Bengal Chief Minister Mamata Banerjee says, "Before commenting on West Bengal, you should see the condition of the BJP-ruled states... It is not right to comment after listening to just one political party..." https://t.co/o4RnIHJeuf pic.twitter.com/S5sR2zros7
— ANI (@ANI) March 7, 2026
હાલમાં આ મુદ્દે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ તેજ બન્યું છે, જેમાં ભાજપ તેને વહીવટી નિષ્ફળતા ગણાવી રહ્યું છે જ્યારે TMC તેને રાજકીય મુદ્દો બનાવવાનો પ્રયાસ ગણાવી રહી છે.
-
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે












Click it and Unblock the Notifications
