રાજેશ ખન્ના, જશપાલ ભટ્ટી અને મેરિકોમ પદ્મ પુરસ્કારથી સમ્માનિત
નવી દિલ્હી, 20 એપ્રિલ: પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા રાજેશ ખન્ના, મુક્કેબાજ મેરી કોમ તથા બ્રહ્મોસ મિસાઇલના પ્રણેતા એ. શિવતાણુ પિલ્લેને શનિવારે પદ્મ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારંભમાં વિભિન્ન ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર હસ્તિયોને બે પદ્મવિભૂષણ, 13 પદ્મ ભૂષણ, અને 38 પદ્મશ્રી પુસ્કારથી સમ્માનિત કર્યા.
રાજેશ ખન્નાને મરણોપરાંત પદ્મ વિભૂષણ જાહેર કરવામાં આવ્યું. બ્રહ્મોસ મિસાઇલના પ્રણેતા એ. શિવતાણુ પિલ્લેને પણ પદ્મ વિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા. પદ્મ પુરસ્કારોની જાહેરાત ગણતંત્ર દિવસે કરવામાં આવી હતી. ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ હામિદ હંસારી, પ્રધાનમંત્રી મનમોહન સિંહ, ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે તથા અન્ય જાણીતી હસ્તિઓ આ સમારંભમાં હાજર રહી હતી.

પદ્મ વિભૂષણ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવેલા વ્યક્તિઓમાં, પ્રો. રાદમ નટસિંહ અને સૈયદ હૈદર રજાનો સમાવેશ થાય છે.
પદ્મ ભૂષણ: પ્રો. એસ.એન. અટલૂરી, ડૉ કિશન મહારાજ માન, જસપાલસિંહ ભટ્ટી (મરણોત્તર), સાદી ગોદરેજ, ઉસ્તાદ અબ્દુલ રશીદ ખાન, રાજેશ ખન્ના (મરણોત્તર), એમપી મેરી કોમ, ડો. નંદકિશોર, શામરાવ લાડ, મંગેશ પડગાંવકર, પ્રો. જોગેશ ચંદ્ર પતિ, ડો. એ. શિવતાણુ પિલ્લે, ડા.બી એન સુરેશ, અને ડો. સરોજા વૈધનાથન.
પદ્મશ્રી પુરસ્કાર:- પ્રો. મણિન્દ્ર અગ્રવાલ, પ્રેમલતા અગ્રવાલ, એસ. શાકિર અલી, પ્રો. મુસ્તનસિર બાર્મા, અપૂર્વ કિશોર વીર, ધનકાંત વોરા, બોરબાયન, ઝરણા ચૌધરી, પ્રો. કે સી ચૂનેકર, પૂર્ણ ચંન્દ્ર દાસ, યોગેશ્વર દત્ત, નિદા ફાઝલી, એચ એન ગિરિશ, ડો. જે ગૌરીશંકર, ડો. વિશ્વ કુમાર ગુપ્તા, ડો. રાધિકા હર્ટસબરગર, ડો. પ્રમોદ કુમાર જુલ્કા, પ્રો. શરદ પાંડુરંગ કાલે, મિલિંદ પ્રલ્હાદ કાંબલે, ડો. ગુલશન રાય ખત્રી, રિતુ કુમાર, વિજય કુમાર, હિલ્દામીત લેપ્ચા, જે મલસોમા, ડો. ગણેશ કુમાર મણિ, ડો. અમિત પ્રભાકર ભયદેવ, સુધા મલ્હોત્રા મોટવાની, ટીમા નાણાવટી, ડો. સુંદરમ નટરાજન, નાના ગજાનન પાટેકર, દેવેન્દ્ર પટેલ, પ્રો. ક્રિસ્ટોફર પિન્ની, કલ્પના સરોજ, ઉસ્તાદ ગુલામ મોહમ્મદ નવાઝ, ડૉ જગદીશ પ્રસાદ સિંઘ, રમેશ ગોપાલદાસ સિપ્પી, ડો.માહરુખ તારાપોર, બલવંત ઠાકુર અને પ્રો. કૃષ્ણાસ્વામી વિજય રાઘવન.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
