કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે તૈયારી પુર્ણ, જાણો મતદાનને લગતી તમામ બાબતો!
આખરે 24 વર્ષ બાદ કોંગ્રેસ અધ્યક્ષપદની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવતીકાલે એટલે કે 17 ઓક્ટોબરે કોંગ્રેસ અધ્યક્ષપદ માટેની ચૂંટણી યોજાશે. આ ચૂંટણી માટેની તૈયારી પુર્ણ થઈ ઘઈ છે.
નવી દિલ્હી : આખરે 24 વર્ષ બાદ કોંગ્રેસ અધ્યક્ષપદની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવતીકાલે એટલે કે 17 ઓક્ટોબરે કોંગ્રેસ અધ્યક્ષપદ માટેની ચૂંટણી યોજાશે. આ ચૂંટણી માટેની તૈયારી પુર્ણ થઈ ઘઈ છે. એક તરફ મલ્લિકાર્જુન ખડગે અને તેમની સામે શશી થરૂર મૈદાનમાં છે. આ ચૂંટણીમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના 9 હજારથી વધુ લોકો ભાગ લેશે. પાર્ટીના આગામી પ્રમુખની ચૂંટણી ગુપ્ત મતદાન દ્વારા કરવામાં આવશે.

તમામ રાજ્યોમાં સ્થિત રાજ્ય કોંગ્રેસ સમિતિ ઉપરાંત લોકો અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મુખ્યાલય નવી દિલ્હીમાં તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ પાર્ટીના 65 મતદાન મથકો પર પાર્ટીના પ્રતિનિધિઓ દેશભરમાં તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. 17 ઓક્ટોબરે મતદાન બાદ તમામ મતપેટીઓ 18 ઓક્ટોબરે દિલ્હી પહોંચશે અને 19 ઓક્ટોબરે મતગણતરી થશે.
સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને રાહુલ ગાંધી પણ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેની ચૂંટણીમાં ભાગ લેશે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા પર છે અને કર્ણાટકમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તે બેલ્લારીમાં 40 અન્ય પીસીસી સભ્યો સાથે મતદાન કરશે. માનવામાં આવે છે કે મલ્લિકાર્જુન ખડગે આ ચૂંટણી જીતી શકે છે. રિપોર્ટ અનુસાર મલ્લિકાર્જુન ખડગેને ગાંધી પરિવારનું સમર્થન છે. જો કે ગાંધી પરિવાર આ વાતને નકારી રહ્યો છે. બીજી તરફ શશિ થરૂરે પોતે જ નેતૃત્વ કર્યું છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન શશિ થરૂરે ચિંતા વ્યક્ત કરી હતી કે, ચૂંટણીમાં સમાન તકો નથી મળી રહી. બંને પક્ષો માટે ચૂંટણી મેદાન સરખું નથી. પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશે પાર્ટીની અંદર થઈ રહેલી ચૂંટણીઓ વિશે કહ્યું કે કોંગ્રેસ હંમેશા સર્વસંમતિના આધારે વધુ સારું કરે છે. મલ્લિકાર્જુન ખડગે પાર્ટી અધ્યક્ષ બનતા ઉદયપુરની જાહેરાતને લાગુ કરવાની વાત કરી રહ્યા છે, તો શશિ થરૂર પાર્ટીમાં મોટા ફેરફારની વાત કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જો તમને લાગે કે પાર્ટીમાં બધુ બરાબર છે તો મને વોટ ન આપો. પાર્ટીમાં પરિવર્તન જોઈતું હોય તો મને મત આપો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
