પ્રીતિએ નેસ વાડિયા પર લગાવ્યો છેડછાડનો આરોપ, કેસ દાખલ
મુંબઇ, 14 જૂન: ફિલ્મ અભિનેત્રી પ્રીતિ ઝિંટાએ પોતાના પૂર્વ બોયફ્રેંડ અને ઉદ્યોગપતિ નેસ વાડિયાની વિરુધ્ધ શારીરિક છેડછાડનો કેસ દાખલ કર્યો છે. પ્રીતિએ 12 જૂનની રાત્રે મુંબઇના મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ દાખલ કરાવી છે. તેનો આરોપ છે કે 30 મેના રોજ વાનખેડે સ્ટેડિયમમાં નેસ વાડિયાએ તેમની સાથે છેડખાની કરી હતી.
પ્રીતિના જણાવ્યા અનુસાર નેસે તેમની સાથે ગાળા-ગાળી કરી અને ધમકી પણ આપી. મુંબઇ પોલીસે નેસ વાડીયા વિરુધ્ધ ધારા 354 અંતર્ગત છેડછાડ, ધારા 504 હેઠળ જાણી જોઇને અપમાન કરવું, 506 હેઠળ ધમકી આપવી અને ધારા 509 હેઠળ અશ્લીલ વર્તન કરવા અને ગાળા-ગાળી કરવાનો મામલો નોંધવામાં આવ્યો છે.
મુંબઇ પોલીસે આ મામલાની તપાસ કરી શરૂ કરી દીધી છે તેના માટે પોલીસે વાનખેડે સ્ટેડિયમમાં લાગેલા સીસીટીવી કેમેરાની ફૂટેજની પણ તપાસ શરૂ કરી દીધી છે. સાથે જ નેસ વાડીયાને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. પ્રીતિ ઝિંટાના આરોપ પર નેસ વાડિયાએ આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું કે પ્રીતિના આરોપોથી હું સંપૂર્ણપણે હેરાન છું. મારા પર લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે.
ફિલ્મ અભિનેત્રી પ્રીતિ ઝિંટા અને નેસ વાડિયા વચ્ચેની નીકટતાના સમાચાર 2005માં સમાચારોમાં સામે આવ્યા હતા. બંનેએ ખુલીને પોતાના સંબંધોની કબૂલાત પણ કરી હતી. નેસ વાડિયા દેશના મોટા વ્યવસાયી ક્ષેત્ર બોમ્બે ડાઇંગ સાથે ઘરોબો ધરાવે છે.
આ દરમિયાન પ્રીતિ અને નેસે વધુ બે સાથીઓ સાથે મળીને આઇપીએલ ટીમ કિંગ્સ ઇલેવન પંજાબની ફ્રેંચાઇજી પણ ખરીદી, પરંતુ 2009ના આવતા-આવતા બંનેના સંબંધોમાં ખટાસ આવવા લાગી અને આખરે બંનેએ એક-બીજા સાથે વ્યક્તિગત સંબંધો ખતમ કરી દીધા હતા, જોકે બંને હજી પણ વ્યવસાયી સંબંધોથી બંધાયેલા છે.

વાનખેડે સ્ટેડિયમમાં નેસ વાડિયાએ તેમની સાથે છેડખાની કરી
ફિલ્મ અભિનેત્રી પ્રીતિ ઝિંટાએ પોતાના પૂર્વ બોયફ્રેંડ અને ઉદ્યોગપતિ નેસ વાડિયાની વિરુધ્ધ શારીરિક છેડછાડનો કેસ દાખલ કર્યો છે. પ્રીતિએ 12 જૂનની રાત્રે મુંબઇના મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ દાખલ કરાવી છે. તેનો આરોપ છે કે 30 મેના રોજ વાનખેડે સ્ટેડિયમમાં નેસ વાડિયાએ તેમની સાથે છેડખાની કરી હતી.

ગાળા-ગાળી કરી
પ્રીતિના જણાવ્યા અનુસાર નેસે તેમની સાથે ગાળા-ગાળી કરી અને ધમકી પણ આપી. મુંબઇ પોલીસે નેસ વાડીયા વિરુધ્ધ ધારા 354 અંતર્ગત છેડછાડ, ધારા 504 હેઠળ જાણી જોઇને અપમાન કરવું, 506 હેઠળ ધમકી આપવી અને ધારા 509 હેઠળ અશ્લીલ વર્તન કરવા અને ગાળા-ગાળી કરવાનો મામલો નોંધવામાં આવ્યો છે.

નેસ વાડિયાએ આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું કે
મુંબઇ પોલીસે આ મામલાની તપાસ કરી શરૂ કરી દીધી છે તેના માટે પોલીસે વાનખેડે સ્ટેડિયમમાં લાગેલા સીસીટીવી કેમેરાની ફૂટેજની પણ તપાસ શરૂ કરી દીધી છે. સાથે જ નેસ વાડીયાને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. પ્રીતિ ઝિંટાના આરોપ પર નેસ વાડિયાએ આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું કે પ્રીતિના આરોપોથી હું સંપૂર્ણપણે હેરાન છું. મારા પર લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે.

પ્રીતિ ઝિંટા અને નેસ વાડિયા વચ્ચેની નીકટતા
ફિલ્મ અભિનેત્રી પ્રીતિ ઝિંટા અને નેસ વાડિયા વચ્ચેની નીકટતાના સમાચાર 2005માં સમાચારોમાં સામે આવ્યા હતા. બંનેએ ખુલીને પોતાના સંબંધોની કબૂલાત પણ કરી હતી. નેસ વાડિયા દેશના મોટા વ્યવસાયી ક્ષેત્ર બોમ્બે ડાઇંગ સાથે ઘરોબો ધરાવે છે.

હજી પણ વ્યવસાયી સંબંધોથી બંધાયેલા છે
આ દરમિયાન પ્રીતિ અને નેસે વધુ બે સાથીઓ સાથે મળીને આઇપીએલ ટીમ કિંગ્સ ઇલેવન પંજાબની ફ્રેંચાઇજી પણ ખરીદી, પરંતુ 2009ના આવતા-આવતા બંનેના સંબંધોમાં ખટાસ આવવા લાગી અને આખરે બંનેએ એક-બીજા સાથે વ્યક્તિગત સંબંધો ખતમ કરી દીધા હતા, જોકે બંને હજી પણ વ્યવસાયી સંબંધોથી બંધાયેલા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?

Click it and Unblock the Notifications