Maha Kumbh Fire : મહા કુંભમાં ફરીથી આગ લાગી, ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે
Maha Kumbh Fire : પ્રયાગરાજ મહાકુંભ મેળામાં ફરી એક વખત આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ શંકરાચાર્ય માર્ગ પર આવેલી સેક્ટેર-18માં લાગી છે.
આગ લાગ્યા બાદ આકાશમાં ધૂમાડા જોવા મળ્યા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, આગ ઇસ્કોન કેમ્પમાં લાગી છે. આગ લાગતા જ ત્યાં ભારે ધૂમાડો ફેલાયો હતો. જો કે, તુરંત જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી અને આગ બુઝાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પંડાલમાંથી ધૂમાડો ઊઠતો જોવા મળી રહ્યો છે. ફાયર બ્રિગેડના જવાન આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યાં છે. સીએફઓએ દાવો કર્યો છે કે કોઈ જાનહાનિ થઈ નથી.
એસપી સિટી સર્વેશકુમાર મિશ્રાએ જણાવ્યું કે, પ્રયાગરાજ મહાકુંભ મેળા વિસ્તારમાં લાગેલી આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવાયો છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાની કારણોની તપાસ ચાલુ છે.
જણાવી દઈએ કે, મહાકુંભ મેળા વિસ્તારમાં આગ લાગવાની આ ત્રીજી ઘટના છે. અત્યાર સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. મહાકુંભ 2025 દરમિયાન અત્યાર સુધીમાં આશરે 40 કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, આ વખતનો કુંભ લોહિયાળ સાબિત થયો છે. મૌની અમાવસ્યાના શાહી સ્નાનમાં નાસભાગ મચતા 30 લોકોના મોત થયા છે. જો કે સરકારી આંકડાથી વિપરીત મોટી સંખ્યામાં લોકોના જીવ ગયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
