પ્રત્યુશાના બોયફ્રેન્ડ રાહુલની ધરપકડ, મુંબઈમાં કરતો હતો આ હરકત
થોડા દિવસ પહેલા જ ટીવી અભિનેત્રી પ્રત્યુશા બેનર્જીની આત્મહત્યા કેસના મુખ્ય આરોપી રાહુલ રાજ પર છેડછાડનો આરોપ લાગ્યો હતો. હાલમાં જ રાહુલ રાજની પોલીસે ધરપકડ કરી છે. રાહુલ પર દારૂ પીને ગાડી ચલાવવાનો આરોપ છે.

રાહુલની ગાડી ચલાવતા સમયે આલ્કોહોલની માત્રા વધારે મળી હતી ત્યારપછી તેની ધરપકડ કરવામાં આવી. ખરેખરમાં બન્યું એવું હતું કે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનની ટ્રાફિક પોલીસ દરેક ગાડીઓના પાર્ટ્સ ચેક કરી રહી હતી.

ત્યારપછી ગાડીના ચાલક એટલે કે રાહુલની આલ્કોહોલની જાંચ કરવામાં આવી. જેનાથી માહિતી મળી કે રાહુલના લોહીમાં આલ્કોહોલની માત્રા ખુબ જ વધારે છે. ત્યારપછી એ પણ ખબર પડી કે ગાડી ચલાવતી વખતે રાહુલ પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ ના હતું.

રિપોર્ટ અનુસાર મુંબઈ પોલીસે જણાવ્યું કે રાહુલ રાજ ગાડીમાં એકલો ના હતો. તેની સાથે ગાડીમાં સોનાલી શર્મા નામની એક છોકરી પણ હતી. જે પોલીસને ધમકાવી રહી હતી.

સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું કે સોનાલીએ પોલીસ ઇન્સપેક્ટર દેસાઈને ધમકાવ્યું હતું કે તે તેમની ફરિયાદ સિનિયર ઓફિસરને કરશે.

સાંતાક્રુઝ પોલીસએ રાહુલ વિરુદ્ધ દારૂ પીને ગાડી ચલાવવાની મામલો નોંધી લીધો છે. આજે રાહુલને કોર્ટમાં હાજર કરવામાં આવશે.

આપને જણાવી દઈએ કે સલોની રાહુલની એક્સ ગર્લફ્રેન્ડ છે. જેના પર પ્રત્યુશાને ધમકાવવાનો આરોપ છે. પ્રત્યુશાનો શવ તેના ફ્લેટમાં જ પંખા પર લટકેલો મળ્યો હતો.

એક તરફ પ્રત્યુશા બેનર્જીના આત્મહત્યાનું રહસ્ય ઉકલાતું નથી ને બીજી તરફ પ્રત્યુશા બેનર્જી ના બોયફેન્ડ રાહુલ રાજ ના નવા ને નવા ડ્રામા બહાર આવી રહ્યા છે.



-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
