અરવિંદ કેજરીવાલ સાથે પ્રકાશ રાજની મુલાકાત, ઘણા મુદ્દે વાતચીત
અભિનેતા પ્રકાશ રાજે ગુરુવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી. પ્રકાશ રાજ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને ઘરે પહોંચ્યા
અભિનેતા પ્રકાશ રાજે ગુરુવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી. પ્રકાશ રાજ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને ઘરે પહોંચ્યા અને તેમની સાથે બેઠક કરી. આવનારી લોકસભા ચૂંટણી લડવાનું એલાન કરી ચૂકેલા પ્રકાશ રાજની આ મુલાકાત તેમની ઈલેક્શન તૈયારીઓ અંગે થઇ છે. પ્રકાશ રાજે આ મુલાકાત અંગે ટવિટ કરીને તેની જાણકારી આપી.
આ પણ વાંચો: લોકસભા 2019ને લઈ પ્રકાશ રાજે કરી ચોંકાવનારી ઘોષણા

દિલ્હીમાં કેજરીવાલ સરકારની કામગીરીના વખાણ
પ્રકાશ રાજે કહ્યું કે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરીને રાજનીતિમાં આવવા માટે અભિનંદન આપ્યું. તેમની ટીમે જે રીતે અગત્યના મુદ્દાઓ પર કામ કર્યું છે તેના વિશે જાણકારી લીધી. પ્રકાશ રાજ આગળ પણ દિલ્હીમાં કેજરીવાલ સરકારની કામગીરીના વખાણ કરી ચુક્યા છે. હાલમાં જ દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સીસોદીયા સાથે પણ પ્રકાશ રાજ મંચ શેર કરી ચુક્યા છે.

રાજનીતિમાં આવવાનું એલાન
પ્રકાશ રાજે હાલમાં જ રાજનીતિમાં આવવાનું એલાન કર્યું છે. તેઓ બેંગ્લોર સેન્ટ્રલથી નિર્દલીય લોકસભા ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીએ પ્રકાશ રાજના ચૂંટણી લડવાનું સ્વાગત કરતા કહ્યું છે કે આવા લોકોએ રાજનીતિમાં આવવું જોઈએ. આમ આદમી પાર્ટી અહીં પ્રકાશ રાજને સમર્થન આપી શકે છે.

મોદી સરકાર પર સીધા હુમલા
પ્રકાશ રાજ સતત દેશની રાજનૈતિક ગતિવિધિઓ પર પોતાની પ્રતિક્રિયા આપતા રહ્યા છે. કેન્દ્રની મોદી સરકારની તેઓ સતત આલોચના પણ કરતા આવ્યા છે. ઘણા મામલે તેઓ મોદી સરકાર પર સીધા હુમલા પણ કરી ચુક્યા છે. પ્રકાશ રાજ હિન્દી સિનેમા અને સાઉથ ફિલ્મોના ફેમસ અભિનેતા માનવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
