એકસાથે લાઈટો બંધ થવાથી પાવર ગ્રિડ ફેલ થવાની વાત ખોટીઃ વિજ મંત્રાલય
અમુક આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે કે એકસાથે લાઈટો બંધ કરવાથી ગ્રિડ અને વોલ્ટેજમાં ઉતાર-ચડાવ થઈ શકે છે જે વિજળીના ઉપકરણોને નુકશાન પહોંચાડી શકે છે. જાણો સત્ય..
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે રાતે નવ વાગે ઘરની બધી લાઈટો બંધ કરીને ઘરના દરવાજે કે બાલકનીમાં ઉભા રહીને દીવો પ્રગટાવવાની અપીલ દેશના લોકોને કરી છે. ત્યારબાદ કહેવામાં આવી રહ્યુ છે કે એકસાથે વિજળીની આપૂર્તિ ઘટવાથી વિજળી ફેલ થઈ શકે છે અને ઈમરજન્સી સેવાઓ ઠપ્પ થઈ શકે છે. આ વિશે વિજળી મંત્રાલયે કહ્યુ છે કે પીએમે સ્વેચ્છાએ લાઈટ બંધ કરવાની અપીલ કરી છે. અમુક આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે કે આનાથી ગ્રિડ અને વોલ્ટેજમાં ઉતાર-ચડાવ થઈ શકે છે જે વિજળીના ઉપકરણોને નુકશાન પહોંચાડી શકે છે. આવી આશંકાઓ ખોટી છે.

વિજળી મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે સ્ટ્રીટ લાઈટ કે ઘરોમાં ઉપકરણો બંધ કરવા માટે કહેવામાં નથી આવ્યુ. માત્ર ઘરના બલ્બ માટે કહેવામાં આવ્યુ છે જેનાથી રોશની ઓછી થઈ જાય છે. હોસ્પિટલો અને અન્ય જરૂરી સેવાઓમાં લાઈટો પણ ચાલુ રહેશે. સ્થાનિક એકમોને સાર્વજનિક સુરક્ષા માટે સ્ટ્રીટ લાઈટ ચાલુ રાખવાની સલાહ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના વિજળી મંત્રીએ લોકોને અપીલ કરી કે તે દીવો પ્રગટાવે પરંતુ બધી લાઈટો બંધ ના કરો. વળી, ઉત્તર પ્રદેશમાં પણ વિજળી વિભાગ એલર્ટ પર છે.
વિજળી વિભાગનુ કહેવુ છે કે એકદમથી લોડ બહુ વધુ ઘટવો અને પછી થોડી મિનિટ બાદ બહુ ઝડપથી વધવો બહુ મુશ્કેલી ઉભી કરી શકે છે. મહારાષ્ટ્રના વિજળી મંત્રી નિતિન રાઉતે કહ્યુ કે એકસાથે લાઈટ ઓફ કરવાથી ગ્રિડ ટ્રિપ કરી શકે છે અને ઈમરજન્સી સેવાઓ ઠપ્પ થઈ શકે છે. જેને ઠીક કરવામાં અઠવાડિયાનો સમય લાગી શકે છે. માટે ઘરની લાઈટો ચાલુ રહેવા દો અને દીવો પણ બાલકનીમાં સાથે સાથે ચાલુ રાખો. આ ઉપરાંત યુપીમાં પણ વિજળીકર્મીઓને વિભાગ તરફથી એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યુ છે. કહેવામાં આવ્યુ છે કે 9 વાગે એકદમથી લોડ ઘટવા અને 9 મિનિટ બાદ અચાનક લોડ વધવાથી ગ્રિડ પર સંકટ આવી શકે છે. વિજળીકર્મીઓને સ્ટેન્ડબાય રહેવા માટે કહેવામાં આવ્યુ છે જેથી આવી સ્થિતિને સંભાળી શકાય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
