2014 ઘા ભરવાનું વર્ષ હોવું જોઇએઃ પ્રણવ મુખરજી
નવી દિલ્હી, 26 જાન્યુઆરીઃ આગામી લોકસભા ચૂંટણી બાદ એક સ્થિર સરકારની વકાલત કરતા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ચેતવ્યા છે કે મનમૌજી અવસરવાદી પર નિર્ભર ખંડિત સરકાર ભારત માટે વિનાશકારી હશે. રાષ્ટ્રપતિએ દેશની જનતાને અપીલ કરી છે કે 2014માં થનારી ચૂંટણીમાં આપણે ભારતને નિરાશ નહીં કરી શકીએ. હવે સમય આવી ગયો છે કે, આપણે આત્મમંથન કરીએ અને કામ પર લાગીએ.
તેમણે કહ્યું કે, આગામી ચૂંટણીમાં કોણ જીતે છે એ એટલું મહત્વનું નથી, જેટલી મહત્વની એ વાત છે કે જે જીતે, તેમાં સ્થાયિત્વ, ઇમાનદારી તથા ભારતના વિકાસ માટે અતૂટ પ્રતિબદ્ધતા હોવી જોઇએ.

તેમણે બેરોજગાર યુવાઓને રોજગારીની તકો આપવાની વકલાત કરતા કહ્યું કે, એવા યુવાનો ગામો અને શહેરોને 21મી સદીના સ્તર પર લઇ જશે. તેમણે એક તક આપો અને એ ભારતને જોઇને તમે દંગ રહી જશો, જેનું નિર્માણ કરવામાં તે સક્ષમ છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે, ખોટા વચનોની પરિપૂર્ણતા મોહભંગમાં થાય છે, જેનાથી ક્રોધ ભડકે છે તતા આ ક્રોધનું એક જ સ્વાભાવિક નિશાના હોય છે- સત્તાધારી વર્ગ. તેમણે કહ્યું કે આ ક્રોધ ત્યારે શાંત થશે, જ્યારે સરકારો એ પરિણામ આપશે જેના માટે તેમણે પસંદ કરવામાં આવી હતી. અર્થાત સામાજિક અને આર્થિક પ્રગતિ અને એ પણ કાચબાની ચાલથી નહીં પરંતુ ઘોડાદોડના ઘોડાની ગતિથી.
મુખરજીએ ચેતાવણી આપી કે મહત્વકાંક્ષી ભારતીય યુવાઓ, તેમના ભવિષ્ય સાથે વિશ્વાસઘાતને ક્ષમા નહીં કરે. જે લોકો સત્તામાં છે, તેમણે પોતાના અને લોકોની વચ્ચે વિશ્વાસની ઉણપને દૂર કરવી પડશે. જે લોકો રાજકારણમાં છે, તેમણે એ સમજવું જોઇએ કે ચૂંટણી સાથે એક ચેતાવણી જોડાયેલી હોય છે, એટલે કે પરિણામ આપો અથવા બહાર જાઓ.
વિચારોના મતભેદને લોકતંત્રનો ભાગ ગણાવતા રાષ્ટ્રપતિએ કહ્યું કે એક લોકતાંત્રિક દેશ સદેવ પોતાની જાતે તર્ક-વિતર્ક કરે છે અને એ સ્વાગત યોગ્ય છે, કારણ કે આપણે વિચાર વિમર્શ અને સહમતિથી સમસ્યા હલ કરીએ છીએ, બળ પ્રયોગથી નહીં. તેમણે કહ્યું કે, વિચારોના આ સ્વસ્થ મતભેદ આપણી શાસન વ્યવસ્થાની અંદર અસ્વસ્થ ટકરાવમાં બદલાવું ના જોઇએ.
તેમણે કહ્યું કે, એ વાતનો આક્રોશ છે કે શું આપણે રાજ્યના તમામ ભાગો સુધી સમતાપૂર્ણ વિકાસ પહોંચાડવા માટે નાના નાના રાજ્યો બનાવવા જોઇએ. ચર્ચા સ્વભાવિક છે, પરંતુ લોકતાંત્રિક માપદંડો અનુરુપ થવી જોઇએ. વિઘ્ન કરો અને રાજ કરોનું રાજકારણ આપણા ઉપ-મહાદ્વીપથી ભારે કિંમત વસુલી ચૂકી છે. જો આપણે એકજૂટ થઇને કાર્ય નહીં કરીએ તો કંઇ નહીં થાય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
