કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે સામેલ થઈ પૂજા ભટ્ટ, જુઓ ફોટા
રાહુલ ગાંધીએ હૈદરાબાદમાં આજે પદયાત્રા શરુ કરી જેમાં અભિનેત્રી પૂજા ભટ્ટ સામેલ થઈ.
કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલમાં તેલંગાનાના હૈદરાબાદમાં છે. રાહુલ ગાંધીએ હૈદરાબાદમાં આજે પદયાત્રા શરુ કરી જેમાં અભિનેત્રી પૂજા ભટ્ટ સામેલ થઈ. કોંગ્રેસે ટ્વિટ કરીને પૂજા ભટ્ટના યાત્રામાં સામેલ થવાના ફોટા શેર કર્યા છે. તમને જણાવી દઈએ કે ભારત જોડો યાત્રામાં સતત લોકોના જોડાવાના સમાચાર આવી રહ્યા છે. બધા લોકો ઉત્સાહપૂર્વક યાત્રામાં ભાગ લઈ રહ્યા છે.

ભારત જોડો યાત્રામાં પૂજા ભટ્ટ થઈ સામેલ
અભિનેત્રી અને ફિલ્મ નિર્માતા પૂજા ભટ્ટ થોડા સમય માટે કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રામાં જોડાઈ હતી. પૂજા ભટ્ટની ભારત જોડો યાત્રામાં ભાગ લેવાની માહિતી કોંગ્રેસ પાર્ટીના જ સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવી છે. સાથે જ લખ્યુ કે, 'દરરોજ નવો ઈતિહાસ રચાઈ રહ્યો છે.' તમને જણાવી દઈએ કે પૂજા ભટ્ટે રાહુલ ગાંધી દ્વારા કાઢવામાં આવેલી ભારત જોડો યાત્રામાં થોડા સમય માટે ભાગ લીધો હતો.

ભારત જોડો યાત્રાનો 56મો દિવસ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં 7 સપ્ટેમ્બરે તમિલનાડુના કન્યાકુમારીથી ભારત જોડો યાત્રા શરૂ કરવામાં આવી હતી. જે બાદ આ યાત્રા આંધ્રપ્રદેશ, કેરળ અને કર્ણાટક થઈને આજે તેલંગાણાની રાજધાની હૈદરાબાદ પહોંચી છે. સમાચાર એજન્સી એએનઆઈ મુજબ ભારત જોડો યાત્રાનો આજે 56મો દિવસ છે. આ યાત્રા જમ્મુ-કાશ્મીરમાં સમાપ્ત થશે. તમને જણાવી દઈએ કે પૂજા ભટ્ટ પહેલા અભિનેત્રી પૂનમ કૌર પણ કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં સામેલ થઈ હતી.

રાહુલ ગાંધી અને પૂનમ કૌરના ફોટાને લઈને શરુ થયુ હતુ રાજકારણ
આ મુલાકાત દરમિયાન તેમની અને રાહુલ ગાંધીની એક તસવીર સામે આવી હતી. જેમાં બંને એકબીજાનો હાથ પકડેલા જોવા મળ્યા હતા. આ તસવીરને લઈને રાજકારણ પણ શરૂ થઈ ગયુ હતુ. જોકે, પૂનમે પ્રીતિ ગાંધીને જવાબ આપતા કહ્યુ હતુ કે, 'હું લપસી ગઈ હતી અને લગભગ પડી જવાની હતી, ત્યારે જ રાહુલ સરે મારો હાથ પકડી લીધો. પીએમ મોદી નારી શક્તિની વાત કરે છે પરંતુ તમે એ જ સ્ત્રી શક્તિનુ અપમાન કરી રહ્યા છો.'
#WATCH | Congress party's Bharat Jodo Yatra resumed from Hyderabad city in Telangana this morning. Actress-filmmaker Pooja Bhatt joined it briefly. This is day 56 of the Yatra.
— ANI (@ANI) November 2, 2022
(Source: AICC) pic.twitter.com/Z4uvCr1lbo
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
