રાજકીય પક્ષોનું ફંડ : ચૂંટણી પંચ અનામી દાતાઓને ઉઘાડા પાડશે
નવી દિલ્હી, 4 ઓક્ટોબર : ચૂંટણી પંચ રાજકીય પક્ષોને અનામી દાતાઓ કે સ્રોતો તરફથી મળતા ચૂંટણી ભંડોળનો મુદ્દો ટુંક સમયમાં ઉઠાવે તેવી ધારણા છે. ભારતીય રાજકારણની તમામ બદીઓ અને ભ્રષ્ટાચાર માટે ચૂંટણી ભંડોળ કારણભૂત હોવાનું માનવામાં આવે છે. દેશમાં મોટા પાયે કાળાં નાણાં પાછળ પણ તેને કારણભૂત ગણવામાં આવે છે. રાજકીય ફંડિંગમાં પારદર્શિતા લાવવા ચૂંટણી પંચ નવી માર્ગદર્શિકા તૈયાર કરી રહ્યું છે. તેના હેઠળ રાજકીય પક્ષો અને ઉમેદવારોએ તેમને ભંડોળ આપતા તમામ દાતાની માહિતી રાખવી પડશે. તેમાં નાના-મોટા તમામ ફંડ દાતાનો સમાવેશ થશે.
ચૂંટણી પંચની નવી માર્ગદર્શિકા અમલી બનશે તો ભારતમાં રાજકીય ફંડિંગની અત્યારની વ્યવસ્થાનો મૃત્યુઘંટ વાગી જશે. અત્યારે રાજકીય પક્ષો અને નેતાઓ રૂપિયા 20,000 કરતાં ઓછું ભંડોળ આપનારા દાતાઓના નામ જાહેર કરવા બંધાયેલા નથી. સૌથી મોટા છ રાજકીય પક્ષોએ વર્ષ 2004થી 2012 વચ્ચે જે ચૂંટણી ભંડોળ મેળવ્યું તેમાં 75 ટકા દાતાઓ 'અજ્ઞાત' હતા. પક્ષોએ તેમના નામ જાહેર કર્યા ન હતા. તેમાં કોંગ્રેસ, ભાજપ, બીએસપી, એનસીપી, સીપીઆઇ અને સીપીઆઇ (એમ)નો સમાવેશ થાય છે.

આ આંકડા એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સે આપ્યા હતાં અને ચૂંટણી પંચે તેની સમક્ષા કરી હતી. ચૂંટણી પંચે તમામ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને એક પત્ર મોકલી ડ્રફાટ માર્ગદિર્શિકા અંગે તેમના અભિપ્રાય મેળવયા હતાં તે મુજબ તેમણે ગમે તેટલી નાની રકમ હોય તો પણ દરેક દાતા અને તેના દાનની વિગત રાખવી પડશે.
રાજકીય પક્ષે કુપનના વેચાણ દ્વારા ભંડોળ એકત્ર કર્યું હોય તો પણ તેની માહિતી રાખવી પડશે. ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં માત્ર તૃણમૂલ કોંગ્રેસ, એઆઇએડીએમકે અને મિઝોરમના એક પ્રાદેશિક પક્ષે નેવી માર્ગદર્શિકા વિશે તેમના અભિપ્રાય ચૂંટણી પંચને મોકલ્યા છે.
ચૂંટણી પંચના એક અધિકારીએ જણાવ્યું કે કમનસીબે કોઇ મોટા રાષ્ટ્રીય પક્ષે અમારા પત્રનો જવાબ આપ્યો નથી. તેથી અમે તેમને ફરી રિમાઇન્ડર મોકલ્યા છે. અમે તેમને પ્રત્યુત્તર આપવા માટે પૂરી તક આપી રહ્યાં છીએ જેથી તેઓ પાછળથી ફરીયાદ ન કરે.
ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકર્તા અને નવાસવા રાજકારણમાં પ્રવેશેલા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ચૂંટણી પંચે આવી માર્ગદર્શિકા અંગે કામગીરી શરૂ કરી તેનો તેમને આનંદ છે. તેમણે કહ્યું કે 'અત્યારે દેશનો મૂડ ધ્યાનમાં લેતા ચૂંટણી પંચે ચૂંટણી સુધારણાની લાંબા સમયથી પેન્ડીંગ દરખાસ્તો પર કામ શરૂ કરવું જોઇએ.' જન લોકપાલ આંદોલનમાંથી ઉદ્ભવનાર કેજરીવાલનો રાજકીય પક્ષ આમઆદમી પર્ટી દાવો કરે છે કે તે એકમાત્ર એક એવો પક્ષ છે જે દરેક ભંડોળદાતાનો રેકોર્ડ રાખે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
