રાજકીય પક્ષોને મળતા 75 ટકા દાનનો સ્રોત અજ્ઞાત

નેશનલ ઇલેક્શન વૉચ દ્વારા દેશના 6 ટોચના રાજકીય પક્ષો ઉપર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેઓને 75 ટકા જેટલું દાન અજાણ્યાસ્ત્રોતો તરફથી મળી રહ્યું છે. તેથી તેઓ આ બાબત સાથે જોડાયેલી માહિતી જાહેર કરે. આ અંગે નેશનલ ઇલેક્શન વૉચના પ્રવકતા ત્રિલોચન શાસ્ત્રી અને જગદીપ ચોકે જણાવ્યું છે કે રાજકીય પક્ષોએ માહિતીના અધિકાર હેઠળ તમામ માહિતી આપવી જોઇએ. આનાથી ચૂંટણી પ્રક્રિયા અને લોકતંત્ર સશકત થશે.
તેમણે જણાવ્યું કે કોંગ્રેસ, ભાજપ, બસપા, એનસીપી, ભાકપા અને માકપાને વર્ષ 2004-05 થી 2011-12 વચ્ચે કુલ 4895.96 કરોડની આવક થઇ હતી. પરંતુ આ પક્ષો દ્વારા આયકર વિભાગને આપેલી માહિતી અનુસાર આ રકમમાંથી 3674.50 કરોડ રૂપિયા અજાણ્યાસ્ત્રોતોથી મળ્યા હતા. કોંગ્રેસને સૌથી વધુ રકમ રૂપિયા 1951.07 કરોડ અજાણ્યાસ્ત્રોત પાસેથી મળ્યા છે. એનસીપીને રૂપિયા 181.48 કરોડ મળ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાર્ટીઓને મળતા મોટાભાગના દાન રોકડમાં મળતા હોય છે. કોંગ્રેસને 2008 અને 2012 વચ્ચે માત્ર 9.62 ટકા દાન ચેકથી મળ્યું હતું. ભાજપને મળેલા કુલ દાનના 67 ટકા રોકડમાં મળ્યું હતું. એનસીપીને મળેલું 83 ટકા ફંડ રોકડમાં હતું. રાજકીય પક્ષોને બિરલા સમૂહના જનરલ ચૂંટણી ટ્રસ્ટ, ટાટા સન્સના ઇલેકટોરલ ટ્રસ્ટ, ભારતીય ઇલેકટોરલ ટ્રસ્ટ, સત્યા ઇલેકટોરલ ટ્રસ્ટ, હારમોની ઇલેકટોરલ ટ્રસ્ટ અને કોર્પોરેટ ઇલે. ટ્રસ્ટથી 2006થી 2012 દરમિયાન દાન મળ્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
