દિગ્ગી-અમૃતાની અંગત તસવીરો સોશિયલ સાઇટ્સ પરથી દૂર કરો : પોલીસ
નવી દિલ્હી, 3 મે : દિલ્હી પોલીસે આજે સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ્સ પરથી કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ અને પત્રકાર અમૃતા રાવની અંગત તસવીરોને હટાવી દેવાનો આદેશ આપ્યો છે. ્મૃતાનું એકાઉન્ટ કથિત રીતે હેક કરી દેવામાં આવ્યા બાદ આ તસવીરો જાહેર થઇ ગઇ હતી.
આ પહેલા પોલીસે શુક્રવારે અમૃતાની ફરિયાદ બાદ એફઆઇઆર નોંધી છે કે તેમનું એકાઉન્ટ હેક કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમની ગરિમાને નુકસાન પહોંચાડવા માટે તસવીરો લીક કરી દેવામાં આવી છે.

દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે આ બાબતે ફરિયાદ મળતા જ આઇટી એક્ટની ધારા 66એ અને આઇપીસીની ધારા 509 અંતર્ગત એક કેસ નોંધ્યો છે. અમૃતાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે તેમનું નકલી ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટ પણ બનાવવામાં આવ્યું છે. તેમણે આવા નકલી એકાઉન્ટની યાદી પણ સોંપી છે જેના મારફતે આ તસવીરોને શેર કરવામાં આવી છે.
આ મુદ્દે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે 'અમે તમામ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પરથી આપત્તિજનક તસવીરો દૂર કરવાનો આગ્રહ આગળ મોકલી આપ્યો છે.' ઉલ્લેખનીય છે કે અમૃતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહની અંગત તસવીરો સોશિયલ નેટવર્કિંગ મીડિયા પર આવ્યા બાદ વિવાદ ઉભો થયો હતો. જેના પગલે 67 વર્ષીય નેતા દિગ્વિજય સિંહે પોતાના સંબંધનો સ્વીકાર કર્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
