PMC બેંક કૌભાંડમાં મોટો ખુલાસો 10.5 કરોડ રેકોર્ડથી ગાયબ
PMC બેંક કૌભાંડમાં મોટો ખુલાસો 10.5 કરોડ રેકોર્ડથી ગાયબ
નવી દિલ્હીઃ પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ બેંક કૌભાંડ મામલે મોટો ખુલાસો થયો છે. બેંકની આંતરિક ટીમની તપાસમાં બેંક રેકોર્ડથી 10.5 કરોડ રૂપિયા ગાયબ હોવાની વાત સામે આવી છે. મામલાની તપાસ કરી રહેલ ટીમને એચડીઆઈએલ અને તેની સાથે જોડાયેલ કંપની દ્વારા જાહેર કરવામાં આવેલ કેટલાય ચેક મળ્યા છે જેમાં ચોંકાવનારી જાણકારી સામે આવી છે. આ ચેક ક્યરેય બેંકમાં જમા જ નહોતા કરવામાં આવ્યા, છતાં રોકડ આપી દેવામાં આવી. જો કે પહેલા કહેવાઈ રહ્યું હતું કે પીએમસીનું આખું કૌભાંડ 4355 કરોડ રૂપિયાનું છે, પરંતુ હકિકતમાં આ 6500 કરોડ રૂપિયાથી પણ વધુનું કૌભાંડ છે.

તપાસ ટીમને એવા 10 કરોડ રૂપિયાથી વધુના ચેક મળ્યા છે જેને જમા કરાવ્યા વિના જ રોકડ આપી દેવામાં આવી હોય. આ ઉપરાંત 50-50 લાખ રૂપિયાનો પણ કોઈ હિસાબ નથી. જણાવી દઈએ કે આરબીઆઈ દ્વારા નિયુક્ત ટીમ આ મામલાની તપાસ કરી રહી હતી, જેને આ વાતની જાણકારી મળી છે. તપાસમાં આ વાત પણ સામે આવી છે કે એચડીઆઈએલની કંપનીઓએ પાછલા બે વર્ષમાં બેંકમાં પૂર્વ એમડી જૉય થામસને કેટલાય ચેક મોકલ્યા, તેમને રોકડ પણ આપી દેવામાં આવી, પરંતુ ચેક જમા નહોતા કરવામાં આવ્યા, કે ન તો આ ચેકની એન્ટ્રી કરાઈ હતી. માનવામાં આવી રહ્યું છે કે થોમસે 50-55 લાખ રૂપિયા પોતાની પાસે જ રાખી લીધા.
જાણકારી મુજબ આ સમગ્ર કૌભાંડ 6500 કરોડ રૂપિયાનું છે. માનવામાં આવી રહ્યું છે કે એફઆઈઆરમાં પણ આ રકમ જોડવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે પીએમસીના પૂર્વ ડાયરેક્ટર જૉય થોમસને ગુરુવારે 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. હાલ તેઓ જેલના સળિયા પાછળ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
