પ્રધાનમંત્રી મોદી કરશે 13માં બ્રિક્સ શિખર સંમેલનની અધ્યક્ષતા, તાલિબાન-આતંકવાદ હશે બેઠકનો મુખ્ય એજન્ડા
અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસીને લઈને દુનિયાની ચિંતાઓ વચ્ચે આજે(ગુરુવારે) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13માં બ્રિક્સ સંમેલનની અધ્યક્ષતા કરશે.
નવી દિલ્લીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસીને લઈને દુનિયાની ચિંતાઓ વચ્ચે આજે(ગુરુવારે) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13માં બ્રિક્સ સંમેલનની અધ્યક્ષતા કરશે. વિદેશ મંત્રાલયે આ માહિતી આપીને જણાવ્યુ કે પીએમ મોદી વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા આ બેઠકનો સંબોધિત કરશે. આ દરમિયાન બેઠકમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સનારો, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ શામેલ થશે.

મીડિયા રિપોર્ટ મુજબ 13માં બ્રિક્સ શિખર સંમેલનમાં અફઘાનિસ્તાન, આતંકવાદ સાથે-સાથે વૈશ્વિક અને ક્ષેત્રીય મુદ્દા મુખ્ય એજન્ડા હશે. આ વખતે શિખર સંમેલનનો વિષય 'બ્રિક્સ@15: સાતત્ય, એકત્રીકરણ અને સર્વસંમતિ માટે આંતર-બ્રિક્સ સહયોગ' છે. વર્ચ્યુઅલ મીટ દરમિયાન તાલિબાન દ્વારા કાબુલ પર કબજો કરવા અને ક્ષેત્રમાંથી ઉત્પન્ન થનાર આતંકી જોખમ બાદની સ્થિતિ પર પણ ચર્ચા કરવામાં આવશે. બ્રિક્સ શિખર સંમેલ સાથે સંબંધિત સૂત્રોએ જણાવ્યુ કે અફઘાનિસ્તાન સહિત મહત્વપૂર્ણ વૈશ્વિક અને ક્ષેત્રીય મુદ્દાઓ પર પણ વિચાર-વિમર્શ કરવામાં આવશે.
આ ઉપરાંત ઘણા દેશોના મોટા પ્રતિનિધિ આતંકવાદ સામે લડવાની પ્રાથમિકતા પર જોર આપી શકે છે. આમાં તાલિબાનની વાપસી બાદ અફઘાનિસ્તાનની જમીન બીજા દેશ પર હુમલાના ફિરાકથી આતંકવાદ માટે ઉપયોગ થવાથી રોકવાનો મહત્વનો મુદ્દો હશે. તમને જણાવી દઈએ કે આ બીજી વાર છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિક્સ(બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા) શિખર સંમેલનની અધ્યક્ષતા કરશે. આ પહેલા તેમણે 2016માં ગોવા શિખર સંમેલનની અધ્યક્ષતા કરી હતી. આ સંયોગ જ છે કે ભારત એ વખતે બ્રિક્સની અધ્યક્ષતા કરી રહ્યુ છે જ્યારે તે પોતાની 75મી વર્ષગાંઠ મનાવી રહ્યુ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં










Click it and Unblock the Notifications
