PM મોદીનુ ચોંકાવનારુ ટ્ટવિટ, છોડવા ઈચ્છે છે ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચોંકાવનારુ ટ્વિટ કર્યુ છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યુ કે તે આ રવિવારે સોશિયલ મીડિયા છોડવા પર વિચાર કરી રહ્યા છે. તેમણે લખ્યુ કે તે ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ છોડવા માંગે છે. તેમણે કહ્યુ કે આ વિશે તમને જણાવીશ. તેમણે ટ્વિટ કર્યુ કે તે આ રવિવારે પોતાનુ સોશિયલ મીડિયા અકાઉન્ટ ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ છોડવાનુ વિચારી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે પીએમ મોદી પર કરોડોની સંખ્યામાં લોકો સોશિયલ મીડિયામાં ફોલો કરે છે. ટ્વિટર પર પીએમ મોદીના 53.3 મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે ફેસબુક પર 4 કરોડ 47 લાખથી વધુ ફોલોઅર્સ છે. આ ઉપરાંત ઈન્સ્ટાગાર્મ પર તેમના 35.2 મિલિયન ફોલોઅર્સ છે અને યુટ્યુબ પર પીએમ મોદીના 4.5 મિલિયન સબ્સ્કાઈબર્સ છે. પીએમ મોદીના આ ટ્વિટ બાદ લોકોની કમેન્ટનુ પૂર આવી ગયુ છે. લોકોએ તેમને સોશિયલ મીડિયા ન છોડવાની સલાહ આપી. લોકો તેમને આમ ન કરવાની ભલામણ કરી રહ્યા છે. વળી, પીએમ મોદીના આ ટ્વિટ વિશે ભાજપ આઈટી સેલના નેતા અમિત માલવીયએ કહ્યુ કે રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની વાત મૂકશે. દેશ અને દુનિયાભરથી લોકો તેમને આમ ન કરવાની અપીલ કરી રહ્યા છે.
This Sunday, thinking of giving up my social media accounts on Facebook, Twitter, Instagram & YouTube. Will keep you all posted.
— Narendra Modi (@narendramodi) March 2, 2020
વળી, લોકો પીએમ મોદીની આ વાત માટે આશ્ચર્યમાં છે કે આવો નિર્ણય કેમ લીધો. વળી, કોંગ્રેના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ પર કટાક્ષ કરતા લખ્યુ કે તમે નફરત છોડો, સોશિયલમીડિયા નહિ. રાહુલ ગાંધીએ પીએમ મોદીના ટ્વિટના સ્ક્રીનશોર્ટ પોસ્ટ કરીને લખ્યુ કે તમે નફરત છોડો, સોશિયલ મીડિયા ન છોડો. વળી, સોશિયલ મીડિયા પર લોકો પીએમ મોદીના આ ચોંકાવનારા ટ્વિટથી આશ્ચર્યમાં છે.
Give up hatred, not social media accounts. pic.twitter.com/HDymHw2VrB
— Rahul Gandhi (@RahulGandhi) March 2, 2020












Click it and Unblock the Notifications
