આજે 'મણિપુર જલાપૂર્તિ પરિયોજના'ની આધારશિલા રાખશે પીએમ મોદી, જાણો 5 મોટી વાતો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા મણિપુર 'જલાપૂર્તિ પરિયોજના'ની આધારશિલા મૂકશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા મણિપુર 'જલાપૂર્તિ પરિયોજના'ની આધારશિલા મૂકશે. કાર્યક્રમ સવારે 10.30 વાગે શરૂ થશે. કાર્યક્રમ પહેલા પીએમ મોદીએ આ વિશે ટ્વિટ કરીને કહ્યુ કે આ પરિયોજના 'હર ઘર જલ'ના અમારા મિશનને પ્રોત્સાહન આપશે અને મણિપુરના લોકોને આનાથી ફાયદો થશે. કેન્દ્ર સરકારે આ પરિયોજના હેઠળ મણિપુરના લોકો માટે ઘરેલુ નળ કનેક્શન દ્વારા સાફ પીવાના પાણીની વ્યવસ્થાનુ લક્ષ્ય રાખ્યુ છે.

'2024 સુધી હર ઘર જલ'
તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે 'હર ઘર જલ'નો નારો આપીને 2024 સુધી ગ્રામીણ વિસ્તારોના બધા ઘરો સુધી સાફ અને પૂરતુ પાણી પહોંચાડવા માટે 'જળ જીવન મિશન'ની શરૂઆત કરી હતી. આ હેઠળ આજે મણિપુર જલાપૂર્તિ પરિયોજનાની શરૂઆત થવા જઈ રહી છે. આવો જાણીએ આ પરિયોજના વિશે પાંચ મોટી વાતો.

શું છે પરિયોજનાનુ લક્ષ્ય
1. 'મણિપુર જલાપૂર્તિ પરિયોજના' એક બાહ્ય નાણા પોષિત પરિયોજના છે. આ પરિયોજનાનુ લક્ષ્ય મણિપુરના 16 જિલ્લાઓમાં 2,80,756 ઘરોને કવર કરીને ગ્રેટર ઈમ્ફાલ યોજના વચ્ચે થયેલ ક્ષેત્ર, 25 શહેરો અને 1731 ગ્રામીણ વસ્તીઓ માટે તાજુ સાફ પાણી ઉપલબ્ધ કરાવવા માટે ઘરેલુ નળ કનેક્શનની વ્યવસ્થા કરવાનુ છે.
2. કેન્દ્ર સરકારે આ પરિયોજના માટે જળ જીવન મિશન હેઠળ મણિપુરની 1185 વસ્તીઓ અને 1,42,749 ઘરો સુધી સાફ પાણીના ઘરેલુ નળ કનેક્શન પહોંચાડવા માટે રકમ આપી છે.

પરિયોજનાની કિંમત લગભગ 3054.58 કરોડ રૂપિયા
3. આ પરિયોજના વર્ષ 2024 સુધી મણિપુર સરકારના 'હર ઘર જલ'ના લક્ષ્યને મેળવવાની કોશિશનો એક મહત્વનો ભાગ છે.
4. આ પરિયોજનાની કિંમત લગભગ 3054.58 કરોડ રૂપિયા છે જેમાં ન્યૂ ડેવલમેન્ટ બેંક તરફથી જારી લોન પણ ફંડનો એક હિસ્સો છે.
5. પરિયોજનની આધારશિલા રાખવા દરમિયાન મણિપુરના રાજ્યપાલ નઝમા હેપતુલ્લા, મુખ્યમંત્રી એન બીરેન સિંહ અને તેમના કેબિનેટ ઉપરાંત રાજ્યના ઘણા સાંસદ અને ધારાસભ્ય પણ ઉપસ્થિત રહશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
