રાજનાથ સિંહે જાહેર કર્યું ભાજપનું 'સંકલ્પ પત્ર', જાણો ખાસ વાતો
રાજનાથ સિંહે જાહેર કર્યું ભાજપનું 'સંકલ્પ પત્ર', જાણો ખાસ વાતો
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનથી બે દિવસ પહેલા ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. પીએમ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ગૃહમંત્રી રાજનાથ સિંહ, નાણામંત્રી અરુણ જેટલી અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સહિત કેટલાય દિગ્ગજ નેતાઓ ભાજપના મુખ્યાલયે હાજર રહ્યા હતા. ભાજપે આ મેનિફેસ્ટોને સંકલ્પ પત્ર નામ આપ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે વર્ષ 2014ની ચૂંટણીમાં દેશની જનતાએ ઐતિહાસિક બહુમત આપ્યું. અમિત શાહે કહ્યું કે પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન આ સરકારે પાયાની સુવિધાઓ દેશના લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. તેમણે દાવો કર્યો કે એક વાર ફરી ભાજપ પૂર્ણ બહુમતની સરકાર બનાવશે.

અમિત શાહે કહ્યું કે 2014માં ભારતની અર્થવ્યવસ્થા 11મા નંબર પર હતી, આજે આપણે દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ અને તેજીથી 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશું. આજે દેશના મોટાભાગનાં ઘરોમાં વિજળી છે. 8 કરોડથી વધુ શૌચાલય છે, 7 કરોડ ગરીબોના ઘરમાં ગેસ કનેક્શન આપ્યું છે, 50 કરોડ ગરીબો માટે મફત ઈલાજ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી સરકારે 5 વર્ષમાં 50થી વધુ પગલાં ઉઠાવ્યાં છે, જે ઐતિહાસિક ભાગ બનશે. અમિત શાહે કહ્યું કે પાંચ વર્ષના કાર્યકાળમાં એક પણ કૌભાંડ નથી થયું.
ભાજપના ચૂંટણી ઢંઢેરાની મુખ્ય વાતો
ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે 2019 લોકસભા ચૂંટણી માટે આ સંકલ્પ પત્ર બનાવવા માટે ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે મારી અધ્યક્ષતામાં એક સમિતિ બનાવી અને મારી સાથે 12 લોકોને પણ તેમને નામિક કર્યા હતા. તથા સંકલ્પ પત્રને મલ્ટિ ડાઈમેન્શનલ બનાવવા માટે 12 શ્રેણીઓમાં પણ તેને વિભાજીત કર્યો હતો.
આ પણ વાંચો- 22 લાખ નોકરીઓનું વચન, 150 દિવસ મનરેગા...કોંગ્રેસના ઘોષણાપત્રની 30 મહત્વની વાતો
આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટૉલરેન્સ
રાજનાથ સિંહે કહ્યું કે રાષ્ટ્ર્વાદ પ્રત્યે પૂરી પ્રતિબદ્ધતા છે. આતંકવાદ અને ઉગ્રવાદ વિરુદ્ધ ઝીરો ટૉલરેન્સની નીતિને પૂરી દ્રઢ્ઢતાથી જાહેર રાખશું. સુરક્ષા બળોને આતંકવાદીઓને સામનો કરવા માટે હેન્ડ નીતિ ચાલુ રહેશે.
આ પણ વાંચો- જાણો, દેશના કયા સાંસદની સંપત્તિ સૌથી વધુ
રક્ષ ક્ષેત્રમાં મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન
સુરક્ષા સાથે જોડાયેલ બાકી ઉકરણો અને હથિયારોની ખરીદી તેજીથી કરશું. રક્ષા ઉકરણોની ખરીદીમાં આત્મનિર્ભરતા સુનિશ્ચિત કરવા માટે સરકારે 5 વર્ષમાં કેટલાય પ્રયત્નો કર્યા છે. રક્ષા ક્ષેત્રમાં મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે અમે પ્રતિબદ્ધ છીએ। જેનાથી રોજગાર સૃજન થશે અને રક્ષા ક્ષેત્રમાં રોકાણને વધારો મળશે.
60 વર્ષની ઉંમર બાદ પેન્શનની યોજના
કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન વધારવા માટે 25 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. દેશના તમામ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લોભ મળશે. નાના ખેડૂતોને સામાજિક સુરક્ષા માટે 60 વર્ષની ઉંમર બાદ પેન્શનની યોજના લાગૂ કરવામાં આવશે.
ક્રેડિટ ગેરેન્ટી યોજના
વર્ષ 2015 સુધી 5 લાખ કરોડ ડૉલર અને વર્ષ 2013 સધી 10 લાખ કરોડ ડૉલરની અર્થવ્યવસ્થા બનશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં 100 લાખ કરોડ રૂપિયાનું રોકાણ. સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે 1 લાખ કરોડ રૂપિયાની ગેરન્ટી યોજના.
રામ મંદિર
રામ મંદિર મુદ્દા પર સંભાવનાઓને ચકાસવામાં આવશે અને ઈચ્છશું કે જલદીમાં જલદી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરીશું.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
