PM મોદીના 'મેક ઇન ઇન્ડિયા' સાથે જોડાયેલી 12 મહત્વપૂર્ણ વાતો
નવી દિલ્હી: વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના અમેરિકા પ્રવાસના ઠીક પહેલાં 'મેક ઇન ઇન્ડિયા'' અભિયાન શરૂ કરવા જઇ રહ્યાં છે. આ અભિયાન હેઠળ દેશમાં ઘરેલૂ તથા આંતરાષ્ટ્રીય ઉદ્યોગ સાહસિકો પણ ભાગ લેશે અને તે બધાનું સ્વાગત લાલ જાજમ પાથરીને કરવામાં આવશે.
વિજ્ઞાન ભવનમાં આયોજિત થનાર ભવ્ય કાર્યક્રમમાં ભારતીય કંપનીઓ અને વૈશ્વિક કંપનીના સીઇઓ, રાજદૂત અને વરિષ્ઠ અમલદારો ઉપસ્થિત રહેશે. આ દરમિયાન સંપૂર્ણ ફોકસ મેન્યૂફેક્ચરિંગ અને હાઇ ઇંડ ટેક્નોલોજી પર હશે.
આ કેમ્પેન આખા વિશ્વમાં ચલાવવામાં આવશે, જેથી દુનિયાભરની મોટી કંપનીઓ ભારતમાં પોતાની મેન્યૂફેક્ચરિંગ યૂનિટ લગાવવા માટે પ્રેરિત થઇ શકે છે. આ કાર્યક્રમમાં દેશના જાણીતા ઉદ્યોગ સાહસિકો સામેલ થશે. આ અભિયાનથી તમને શું ફાયદો થશે, એ જાણવા માટે વાંચે મેક ઇન ઇન્ડિયા સાથે જોડાયેલી 12 મહત્વપૂર્ણ વાતો:-

72 કલાકમાં જવાબ
એક સેલ બનાવવામાં આવશે જે વ્યવસાયિક એકમોના જવાબ 72 કલાકની અંદર આપશે. તેનું કામ આ આખા અભિયાનની પ્રક્રિયાઓની દેખરખ પણ કરશે.

ઉત્પાદનોનું નિર્માણ ભારતમાં થઇ શકશે
25 ક્ષેત્રોની ઓળખ કરવામાં આવે છે જેમાં ભારત અગ્રણી સ્થિતિ પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે 25 ક્ષેત્રો સાથે જોડાયેલા ઉત્પાદનોનું નિર્માણ ભારતમાં થઇ શકશે.

વિવિધ સેક્ટર
તેમાં વાહન, રસાયણ, આઇટી, ફાર્મા, વસ્ત્રો, બંદરગાહ, વિમાનન, ચામડું, પર્યટન, ચામડું તથા આતિથ્ય, વેલનેસ તથા રેલવો સામેલ છે.

3000થી વધુ મેન્યૂફેક્ચરિંગ કંપનીઓ
સરકારે દુનિયાભરની 3000થી વધુ મેન્યૂફેક્ચરિંગ કંપનીઓની ઓળખ કરી છે. તેમણે ભારતમાં યૂનિટ લગાવવા માટે પ્રોત્સાહિત કરશે.

વિવિધ દેશોની ભાગીદારી
અમેરિકા, કેનેડા, લેટિન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેંડ, યૂરોપ, આફ્રિકા, એશિયા અને સીઆઇએસ દેશોના સીઇઓની મેજબાની માટે મોટાપાયે તૈયારીઓ કરવામાં આવી રહી છે.

વિવિધ ભાષામાં ભાષણ
આ કાર્યક્રમમાં વડાપ્રધાનનું ભાષણ હિંદીમાં હશે અને તેનો અંગ્રેજી સાથે મુખ્ય ભાષાઓ જેમ કે જર્મન, ફ્રેંચ, જાપાની અને રૂસી ભાષામાં અનુવાદ કરવામાં આવશે.

6,000 કરોડ રૂપિયાનો સોદો રદ
તાજેતરમાં નરેન્દ્ર મોદી સરકારે સેના અને વાયુસેના માટે 197 લાઇટ યૂટિલિટી હેલિકોપ્ટર ખરીદવા 6,000 કરોડ રૂપિયાનો સોદો રદ કરી દિધો.

એફડીઆઇના નિયમોમાં ફેરફાર
મેન્યૂફેક્ચરિંગ ફેસિલિટીને પ્રોત્સાહન આપવા માટે સરકારે તેના માટે રક્ષા ક્ષેત્રમાં એફડીઆઇના નિયમોમાં ફેરફાર કર્યા અને તેને ખૂબ ઉદાર બનાવ્યા છે.

અભિયાન વિશે વિસ્તૃત જાણકારી
આ આખા અભિયાન વિશે વિસ્તૃત જાણકારી www.makeinindia.com પર પ્રાપ્ત કરી શકાશે. જો કે આ વેબસાઇટ સંપૂર્ણપણે કંપનીઓ માટે છે.

4 કરોડ લોકોને નોકરી મળશે
આ અભિયાન અંતગર્ત દર વર્ષે દેશના 10 મિલિયન એટલે કે 1 કરોડ લોકોને રોજગાર મળશે. એટલે કે આગામી પાંચ વર્ષમાં 4 કરોડ લોકોને નોકરી મળશે.

ભારત પણ જેટ વિમાન બનાવી શકે
તેના અંતગર્ત ડિફેંસ સેક્ટરના ઉપકરણ નિર્માણ પર પણ સરકારનો અલગથી ભાર રહેશે. જેથી આગળ જતાં ભારત પણ જેટ વિમાન બનાવી શકે.

અભિયાન મેક ઇન ઇન્ડિયાનો હેતું
નરેન્દ્ર મોદીના અભિયાન મેક ઇન ઇન્ડિયાનો હેતું હશે જીરો ડિફેક્ટ, જીરો ઇફેક્ટ પૉલિસી પર કામ કરવું, જેથી દેશને તેનો વૃહદ સ્તર પર ફાયદો થઇ શકે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
