પીએમ મોદીએ કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટનુ કર્યુ ઉદ્ઘાટન, સીએમ યોગી અને સિંધિયા પણ હાજર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે 20 ઓક્ટોબરના રોજ કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટનુ ઉદ્ઘાટન કરી દીધુ છે.
કુશીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે 20 ઓક્ટોબરના રોજ કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટનુ ઉદ્ઘાટન કરી દીધુ છે. તમને જણાવી દઈએ કે આ ઉત્તર પ્રદેશનુ ત્રીજુ સૌથી લાંબા રનવેવાળુ એરપોર્ટ છે. આ પહેલા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંચ પરથી બોલતા કહ્યુ કે દેશમાં 70 વર્ષમાં માત્ર 74 એરપોર્ટ હતા. 7 વર્ષની અંદર ભાજપ સરકારે નવા 54 એરપોર્ટ સ્થાપિત કર્યા છે. આજે ભારતમાં 128 એરપોર્ટ સ્થાપિત થઈ ચૂક્યા છે. આ દરમિયાન તેમણે પીએમ મોદીનુ કુશીનગરમાં સ્વાગત કર્યુ.

કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટના ઉદ્ઘાટન દરમિયાન લઘુ ફિલ્મ બતાવવામાં આવી. એરપોર્ટના ઉદ્ઘાટન દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર રહ્યા. આ દરમિયાન બોલતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યુ કે પ્રધાનમંત્રીએ સંયુક્ત રાષ્ટ્રની એક સભામાં કહ્યુ હતુ કે જે બીજા દેશ યુદ્ધ માટે તૈયાર રહે છે, ભારત સદૈવ ગૌતમ બુદ્ધના રસ્તે અગ્રેસર રહે છે. આજે અમારા 54 કરોડ બૌદ્ધ ધર્મના ભક્તોને આ કુશીનગર એરપોર્ટ સમર્પિત કરવા માટે પીએમ અહીં ઉપસ્થિત છે.
સિંધિયાએ આ દરમિયાન પીએમ મોદીની પ્રશંસા કરી. તેમણે કહ્યુ કે પીએમ મોદીએ પૂરા વિશ્વને વૈત્રવ કુટંબનો પાઠ ભણાવ્યો છે. તેમણે કહ્યુ કે કુશીનગર એરપોર્ટ બધા બૌદ્ધ ધાર્મિકને જોડશે. આ બધો શ્રેય પીએમ મોદીને જાય છે. તેમણે જણાવ્યુ કે દિલ્લી અને કુશીનગર વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઈટની શરૂઆત 26 નવેમ્બરથી થશે. વળી, 18 ડિસેમ્બરે કુશીનગરને મુંબઈ અને કોલકત્તા સાથે જોડશે. બે વર્ષ પહેસા પીએમ મોદીએ જે વચન આપ્યુ હતુ તેને વ્યાજ સહિત વિકાસ રૂપે પાછુ આપ્યુ છે.
જાણો કુશીનગર એરપોર્ટમાં શું છે ખાસ
તમને જણાવી દઈએ કે કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ 260 કરોડ રૂપિયાના ખર્ચે બનીને તૈયાર થઈ ગયુ છે. આમાં ટર્મિનલ 3 હજાર 600 વર્ગ મીટરમાં ફેલાયેલુ છે. નવુ ટર્મિનલ ભીડવાળા સમયમાં 300 મુસાફરોને અવર-જવરની સુવિધા આપશે. એરપોર્ટનો રનવે 3.2 કિમી લાંબો અને 45 મીટર પહોળો છે જે યુપીનો સૌથી લાંબો રનવે છે. તેના રનવે પર દર કલાકે 8 ફ્લાઈટ અવર-જવર કરી શકે છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ એરપોર્ટથી શ્રીલંકા, જાપાન, ચીન, તાઈવાન, સાઉથ કોરિયા, થાઈલેન્ડ, સિંગાપુર અને વિયેતનામ જેવા દક્ષિણ એશિયાઈ દેશો માટે ડાયરેક્ટ ફ્લાઈટ હશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
