LPG Cylinder: મહિલા દિવસ પર પીએમ મોદીની સરપ્રાઈઝ ગિફ્ટ, એલપીજી સિલિન્ડના ભાવમાં 100 રુપિયાની છૂટ
PM Narendra Modi LPG Cylinder Women's Day: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરની મહિલાઓને એક મોટી અને આશ્ચર્યજનક ભેટ આપી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે આજથી એલપીજી ગેસ સિલિન્ડરમાં 100 રૂપિયાનું છૂટ મળશે.
પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે આજે મહિલા દિવસ પર અમારી સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આનાથી દેશભરના લાખો પરિવારો પરના નાણાકીય બોજમાં નોંધપાત્ર ઘટાડો થશે.

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, આજે મહિલા દિવસના અવસર પર અમે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાની છૂટનો મોટો નિર્ણય લીધો છે. તેનાથી નારી શક્તિનું જીવન સરળ બનશે એટલું જ નહીં પરંતુ કરોડો પરિવારોનો આર્થિક બોજ પણ ઓછો થશે. આ પગલું પર્યાવરણ સંરક્ષણમાં પણ મદદરૂપ થશે, જેનાથી સમગ્ર પરિવારના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.
Today, on Women's Day, our Government has decided to reduce LPG cylinder prices by Rs. 100. This will significantly ease the financial burden on millions of households across the country, especially benefiting our Nari Shakti.
— Narendra Modi (@narendramodi) March 8, 2024
By making cooking gas more affordable, we also aim…
આવા જ એક નિર્ણયમાં, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જાહેરાત કરી છે કે ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ મહિલાઓને એલપીજી સિલિન્ડર દીઠ સબસિડી એપ્રિલથી શરૂ થતા આવતા નાણાકીય વર્ષ માટે 300 રૂપિયા વધારવામાં આવશે.
An important Cabinet decision which will benefit the Nari Shakti of India and ensure smoke free kitchens. https://t.co/WtgcxU0Gs3 https://t.co/rs0QUcDA1s
— Narendra Modi (@narendramodi) March 7, 2024
ગયા વર્ષે ઓક્ટોબરમાં કેન્દ્ર સરકારે 14.2 કિલોગ્રામના સિલિન્ડરની સબસિડી દર વર્ષે 12 રિફિલ માટે 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરી હતી. સિલિન્ડર દીઠ રૂ. 300ની સબસિડી વર્તમાન નાણાકીય વર્ષ માટે હતી, જે 31 માર્ચે સમાપ્ત થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
