મહારાષ્ટ્રમાં પીએમ મોદી બોલ્યા, ‘કાશ્મીર અમારુ છે, હવે દરેક હિંદુસ્તાની કહેશે'
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે નાસિકમાં એક રેલીને સંબોધિત કરીને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપના ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે નાસિકમાં એક રેલીને સંબોધિત કરીને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપના ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરી. મહાજનાદેશ યાત્રાની સમાપન રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યુ કે આજે હું એક વિશેષ ધન્યતા અનુભવ કરી રહ્યો છુ અને હું આને પોતાના જીવનની બહુમૂલ્ય પળ માનુ છુ. આજે છત્રપતિ શિવાજી મહારાજના વંશજ છત્રપતિ ઉદયને મારા માથે એક છત્ર રાખ્યુ છે. આ સમ્માન પણ છે અને છત્રપતિ શિવાજી મહારાજના પ્રત્યે દાયિત્વનુ પણ પ્રતીક છે.

પીએમ મોદીએ કહ્યુ કે અમે દેશ માટે કામ કરીએ છીએ. અમે વચન આપ્યુ હતુ કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના વિકાસ માટે નવા કામ કરીશુ. અમે એ વચન પૂરુ કર્યુ. આજે મને ખુશી છે કે જમ્મુ કાશ્મીરમાં ભારતીય બંધારણ લાગુ કરી દેવામાં આવ્યુ છે. જમ્મુ કાશ્મીરમાં ભારતા બંધારણની સમગ્રતા લાગુ કરવી માત્ર એક સરકારનો નિર્ણય નથી, 130 કરોડ ભારતીયોની ભાવનાનુ પ્રકટીકરણ છે. તેમણે કહ્યુ કે કાલ સુધી અમે કહેતા હતા - કાશ્મીર અમારુ છે, હવે દરેક હિંદુસ્તાની કહેશે, અમારે નવુ કાશ્મીર બનાવવુ છે, દરેક કાશ્મીરીને ગળે મળવુ છે અને આપણે ફરીથી ત્યાં સ્વર્ગ બનાવવાનુ છે.
પીએમે કહ્યુ કે જ્યારે લોકસભા ચૂંટણી ચરમ સીમા પર હતી ત્યારે હું ડિંડોરીમાં એક સભા કરવા આવ્યો હતો. એ સભામાં એવો જનસૈલાબ ઉમટ્યો હતો કે તેણે આખા દેશમાં ચાલી રહેલી ભાજપની લહેરને વધુ પ્રચંડ બનાવી દીધી હતી. આજે નાસિકની આ રેલી વધુ આગળ નીકળી ગઈ છે એટલો વધુ જનસૈલાબ ઉમટ્યો છે. દેવેન્દ્રજીએ 5 વર્ષ અખંડ અને અવિરત સાધના કરીને મહારાષ્ટ્રની સેવા કરી અને રાજ્યને નવી દિશા આપી. હવે મહારાષ્ટ્રની જવાબદારી છે કે ફરીથી એકવાર દેવેન્દ્રજીના નેતૃત્વમાં સ્થિર રાજકારણનો ફાયદો ઉઠાવવો જોઈએ.
મોદીએ કહ્યુ કે જ્યારે લોકસભાની ચૂંટણી થઈ તો 60 વર્ષ બાદ પહેલી વાર એક સરકાર ફરીથી ચૂંટાઈને આવી અને પહેલાથી વધુ બહુમત સાથે ચૂંટાઈને આવી. જ્યારે તમે તાકાત આપો છો તો સરકાર કેવી રીતે કામ કરે છે, અમારી સરકાર પ્રથમ 100 દિવસના કાર્યકાળ આનુ ઉદાહરણ છે. પીએમ મોદીએ કહ્યુ કે કેન્દ્રમાં નવી સરકારને બને 100 દિવસ પૂરા થઈ ચૂક્યા છે અને આ સરકારનુ પહેલુ શતક તમારી સામે છે. આ શતકમાં ધાર પણ છે, ગતિ પણ છે અને આવનારા 5 વર્ષોની સ્પષ્ટ તસવીર પણ છે.
પીએમ મોદીએ કહ્યુ કે અમે પ્રોમિસ કર્યુ હતુ કે દેશના પશુધનને ખેડૂતોના વિકાની કરોડરજ્જુ બનાવીશુ. અમે 50 કરોડ પશુધનનુ રસીકરણનુ અભિયાન ચલાવ્યુ. પોલિટિકલ પંડિત કહેતા રહે છે કે ચૂંટણી આવી છે એટલા માટે કરે છે, હું તેમને કહેવા માંગીશ કે આ પશુધન વોટ આપવા નથી આવતા, અમે દેશ માટે કામ કરીએ છીએ. પીએમ મોદીએ કહ્યુ કે ગુજરાત તો મહારાષ્ટ્રનો નાનો ભાઈ છે. અમે એક થાળીમાં જમ્યા છીએ. ગુજરાત પણ મહારાષ્ટ્ર સાથે જ બન્યુ હતુ.
પીએમ મોદીએ કહ્યુ કે અમે વચન આપ્યુ હતુ તે દેશની સેનાને સશક્ત બનાવવા અમે પોતાના સૈનિકોના સશક્તિકરણ માટે દરેક પગલા લઈશુ. હાલમાં બે મહાશક્તિશાલી હેલિકોપ્ટર અમારી સૈન્ય શક્તિનો હિસ્સો બની ચૂક્યા છે. બહુ જલ્દી રાફેલ ફાઈટર જેટ પણ અમારી વાયુસેનાને સશક્ત કરશે. દુનિયાના 100થી વધુ દેશોને આજે ભારતમાં બનેલી બુલેટ પ્રૂફ જેકેટ નિકાસ કરવામાં આવી રહી છે. ભાજપ સરકારનો અર્થ જ છે દેશની સુરક્ષાનો સર્વોચ્ચ પ્રાથમિકતા. અમારા માટે દેશથી મોટુ કંઈ નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
