નેપાળનો નમો પ્રેમ: મોદીનો પ્રવાસ રદ થતાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા
નવી દિલ્હી, 24 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેપાળ યાત્રાના કાર્યક્રમમાં ફેરફારનાથી નારાજ તેમના પ્રશંસકો વિરોધ પ્રદર્શન પર ઉતરી આવ્યા છે. રવિવારે જનકપુર અને બીરગંજમાં નેપાળ સરકાર વિરૂદ્ધ જોરદાર નારેબાજી થઇ. વડપ્રધાન નરેન્દ્ર મોદી 18મા સાર્ક સંમેલનમાં ભાગ લેવા માટે અગામી અઠવાડિયે નેપાળ જવાના છે. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરૂદ્દીને રવિવારે ટ્વિટ કરી વડાપ્રધાનના બદલાયેલા કાર્યક્રમની જાણકારી આપી.
તેમણે લખ્યું કે ઘરેલૂ કાર્યક્રમના લીધે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનકપુરી, લુમ્બિની અને મુક્તિનાથ જશે નહી. આ નિવેદન આવતાંની સાથે જ નેપાળના કેટલાક વિસ્તારોમાં વિરોધા પ્રદર્શન શરૂ થવા લાગ્યા છે.

આ પહેલાં નેપાળી વિદેશ મંત્રાલયના પ્રવક્તા ખગનાથ અધિકારીએ કહ્યું હતું કે પીએમ મોદી કદાચ 25 નવેમ્બરના રોજ રોડ માર્ગે જનકપુર પહોંચશે અને પછી કાઠમાંડૂની ઉડાન ભરશે, જ્યાં તે સાર્ક દેશોની શિખર વાર્તામાં લાગ લેશે. પહેલાં કહેવામાં આવી રહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેપાળ યાત્રા દરમિયાન સાર્ક સંમેલનમાં ભાગ લેવા ઉપરાંત મુક્તિનાથ, લુંબિની અને જનકપુરનો પણ પ્રવાસ કરશે.
હવે વિદેશ મંત્રાલયનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે જનકપુર, મુક્તિનાથ અને લુંબિની જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ ઘરેલુ કાર્યક્રમોના લીધે આમ થઇ શકશે નહી.
Here is full text of my detailed response on PM @narendramodi visit to Kathmandu. pic.twitter.com/zvADxiEw91
— Syed Akbaruddin (@MEAIndia) November 23, 2014 વિશ્લેષકોનું કહેવું છે કે જે પ્રકાઅરે આ પ્રવાસનું આયોજન કરવા પર ચર્ચા થઇ અને પછી તેને રદ કરવામાં આવ્યો, તેનાથી નેપાળને શર્મિંદગી થઇ છે. નેપાળામાં પ્રશ્ન પૂછવામાં આવી રહ્યાં છે કે નેપાળ કેમ એવા દેશના વડાપ્રધાનની યાત્રાને યોગ્ય રીતે હેંડલ કરી ન શકી, જે નેપાળ માટે મહત્વપૂર્ણ છે. કહેવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદી તેમની જનસભાને લઇને કેટલાક સ્થાનિક પક્ષોના વિરોધને લઇને પણ નારાજ હતા.
નેપાળમાં કેટલાક લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે કે જ્યારે નરેન્દ્ર મોદી સાર્ક બેઠક માટે કાઠમાંડૂ આવી રહ્યાં છે કે તો જનકપુર જઇને સામાન્ય લોકોને કેમ સંબોધિત કરશે. સાથે જ નેપાળ સરકારમાં નરેન્દ્ર મોદીને સુરક્ષાને લઇને પણ ચિંતા હતી કારણ કે આ દરમિયાન મોટાભાગના સુરક્ષાકર્મી કાઠમાંડૂમાં ગોઠવાયેલા રહેશે. નરેન્દ્ર મોદી ઓગષ્ટમાં નેપાળ આવ્યા હતા. ત્યારબાદ સ્થાનિક લોકોમાં તેમની જનકપુર યાત્રાને લઇને ખૂબ ઉત્સાહ હતો. નેપાળના એક સરકારી અધિકારીનું માનીએ તો તેમની ઓગષ્ટ યાત્રાએ ભારત-નેપાળ સંબંધોને નવી આપી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
