Vande Bharat : વડાપ્રધાન મોદી વિશાખાપટ્ટનમ-સિકંદરાબાદ વંદે ભારત એક્સપ્રેસ વંદે ભારત ટ્રેનને આપશે લીલી ઝંડી
ટ્રેનમાં 14 એસી ચેર કાર અને બે એક્ઝિક્યુટિવ એસી ચેર કાર કોચ સાથે 1,128 મુસાફરોને પરિવહન ક્ષમતા છે. આ ટ્રેન સિકંદરાબાદ અને વિશાખાપટ્ટનમ વચ્ચેનું અંતર લગભગ 8 કલાકમાં કાપશે.
Vande Bharat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર એટલે કે 15 જાન્યુઆરીના રોજ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે. વીડિયો કોન્ફરન્સિગ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
વંદે ભારત એક્સપ્રેસ સિકંદરાબાદ અને વિશાખાપટ્ટનમ વચ્ચે દોડશે. આ પ્રસંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય પર્યટન મંત્રી જી કિશન રેડ્ડી અને તેલંગાણાના રાજ્યપાલ સૌદર્યરાજન સિકંદરાબાદ સ્ટેશન પર હાજર રહેશે.

વંદે ભારતનો રૂટ
રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર, વંદે ભારત ટ્રેનની નિયમિત સેવા 16 જાન્યુઆરીથી શરૂ થશે. શનિવારથી ટિકિટનું બુકિંગ શરૂ થઈ ગયું છે.
દક્ષિણ મધ્ય રેલવે (SCR) એ માહિતી આપી હતી કે, વિશાખાપટ્ટનમ-સિકંદરાબાદ એક્સપ્રેસ (20833) સવારે 5.45 કલાકેવિશાખાપટ્ટનમથી ઉપડશે.
જે બપોરે 2.15 કલાકે સિકંદરાબાદ પહોંચશે. જે બાદ સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ ટ્રેન (20834) સિકંદરાબાદબપોરે 3 કલાકે ઉપડશે અને 11.30 કલાકે વિશાખાપટ્ટનમ પહોંચશે.

8મી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન
રેલવે વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ટ્રેનમાં 14 એસી ચેર કાર અને બે એક્ઝિક્યુટિવ એસી ચેર કાર કોચ સાથે 1,128મુસાફરોને પરિવહન ક્ષમતા છે.
આ ટ્રેન સિકંદરાબાદ અને વિશાખાપટ્ટનમ વચ્ચેનું અંતર લગભગ 8 કલાકમાં કાપશે. ભારતીય રેલવે દ્વારાશરૂ કરવામાં આવેલી આ 8મી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હશે.

તેલંગાણા અને આંધ્રપ્રદેશને જોડતી પ્રથમ ટ્રેન
લગભગ 700 કિમીનું અંતર કાપીને, વંદે ભારત ટ્રેન તેલુગુભાષી રાજ્યો તેલંગાણા અને આંધ્રપ્રદેશને જોડનારી પ્રથમ ટ્રેન છે. ટ્રેનઆંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, રાજમુન્દ્રી અને વિજયવાડા અને તેલંગાણાના ખમ્મમ, વારંગલ અને સિકંદરાબાદ સ્ટેશન પર રોકાશે.
-
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ







Click it and Unblock the Notifications
