PM Modi Egypt Visit: પીએમ મોદીને ઇજિપ્તમાં ઓર્ડર ઓફ ધ નાઈલ' એવોર્ડથી સન્માનીત કરાયા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ બે દિવસીય ઈજિપ્તની મુલાકાતે છે. મુલાકાતના બીજા દિવસે પીએમ મોદીએ રાજધાની કૈરોમાં રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી સાથે મુલાકાત કરી હતી.
આ દરમિયાન ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીએ પીએમ મોદીને 'ઓર્ડર ઓફ ધ નાઈલ' એવોર્ડથી સન્માનિત કર્યા હતા. તમને જણાવી દઈએ કે 'ઓર્ડર ઓફ ધ નાઈલ' ઈજિપ્તનું સર્વોચ્ચ રાજ્ય સન્માન છે.

છેલ્લા નવ વર્ષમાં પીએમ મોદીને ઘણા આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે. આ 13મું સર્વોચ્ચ રાજ્ય સન્માન છે જે વિશ્વના વિવિધ દેશોએ પીએમ મોદીને એનાયત કર્યું છે. ગયા મહિને 3 દેશોએ પીએમ મોદીને તેમના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા હતા.
પલાઉ રિપબ્લિક અને ફિજીએ 22 મેના રોજ પાપુઆ ન્યૂ ગિનીમાં યોજાયેલી ફોરમ ફોર ઈન્ડિયા પેસિફિક આઈલેન્ડ કો-ઓપરેશન એટલે કે FIPICની બેઠકમાં PM મોદીને તેમના દેશનો સર્વોચ્ચ પુરસ્કાર પણ આપ્યો હતો. આ પહેલા પણ સાઉદી અરેબિયા, UAE સહિત 9 દેશો તેમને સન્માનિત કરી ચૂક્યા છે.
આ પહેલા પીએમ મોદીએ કૈરોમાં ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી સાથે મુલાકાત કરી હતી. આ સમયગાળા દરમિયાન અનેક દ્વિપક્ષીય એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
વડા પ્રધાન મોદી પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકન ક્ષેત્રની સૌથી મોટી ઇજિપ્તની કંપનીઓમાંની એકના સીઇઓ હસન આલમ અને જાણીતા લેખક તારેક હેગી સહિત અનેક મહાનુભાવોને મળ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે.
આ પહેલા પીએમ મોદીએ કૈરોમાં હેલિયોપોલિસ વોર સેમેટ્રીની મુલાકાત લીધી હતી. હેલિયાપોલિસ વોર મેમોરિયલ ભારત માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા લગભગ ચાર હજાર સૈનિકોની શૌર્યગાથાઓ આજે પણ આ યુદ્ધ સ્મારક પર નોંધાયેલી છે. પીએમ મોદીએ પણ આ શહીદોને નમન કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.
-
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
