PM મોદી આજે કોવિન ગ્લોબલ કૉન્ક્લેવને કરશે સંબોધિત, 50 દેશોએ કોવિનમાં બતાવ્યો છે રસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોવિન ગ્લોબલ કૉન્ક્લેવને સંબોધિત કરશે.

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોવિન ગ્લોબલ કૉન્ક્લેવને સંબોધિત કરશે. પીએમ નરેન્દ્ર મોદી બપોરે 3 વાગે આ કૉન્ક્લેવને સંબોધિત કરશે. ભારત આ કૉન્ક્લેવમાં અન્ય દેશો માટે પોતાનુ કોવિડ-19 રસીકરણ અભિયાન ચલાવવા માટે ડિજિટર સાધન તરીકે કોવિન મંચની રજૂઆત કરશે. ભારતમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ અભિયાનની શરૂઆત થઈ છે એ વખતથી કોવિન પ્લેટફૉર્મનો ઉપયોગ કરીને ભારત પોતાનુ રસીકરણ અભિયાન ચલાવી રહ્યુ છે.

narendra modi

કોવિન પ્લેટફૉર્મ પર યુઝર પોતાના સ્થાન અને ઉંમર અનુસાર વેક્સીન સ્લૉટ બુક કરાવી શકે છે. લગભગ 50 અન્ય દેશોએ કોવિન પ્લેટફૉર્મનો ઉપયોગ કરવામાં રસ દાખવ્યો છે. રાષ્ટ્રીય આરોગ્ય પ્રાધિકરણ(એનએચએ)ના સીઈઓ ડૉ. આરએસ શર્માએ કહ્યુ હતુ કે આ 50 દેશોમાં કેનેડા, મેકિસકો, નાઈજીરિયા, પનામા અને યુગાન્ડા શામેલ છે. આ 50 દેશોએ પોતાના રસીકરણ અભિયાનને ચલાવવા માટે કોવિનને અપનાવવામાં રસ બતાવ્યો છે.

કોવિનના ઓપન સોર્સ સૉફ્ટેર મફતમાં શેર કરશે ભારત

ડૉ. આરએસ શર્માએ કહ્યુ હતુ કે ભારત ઓપન સોર્સ સૉફ્ટવેરને મફતમાં શેર કરવા માટે તૈયાર છે. ડૉ. આરએસ શર્માના જણાવ્યા મુજબ પીએમ નરેન્દ્ર મોદીએ અધિકારીઓને કોવિનનુ એક ઓપન સોર્સ વર્ઝન બનાવા અને તેને કોઈ પણ દેશને મફતમાં આપવાના નિર્દેશ આપ્યા છે. એનએચએ પોતાના એક ટ્વિટમાં કહ્યુ છે, 'અમે એ ઘોષણા કરીને ખુશી થઈ રહી છે કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોવિન ગ્લોબલ કૉન્ક્લેવ પર પોતાના વિચાર શેર કરશે કારણકે ભારત કોવિનને કોવિડ-19નો મુકાબલો કરવા માટે દુનિયાભરના દેશોને મફતમાં આપવાની રજૂઆત કરે છે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X